રિલાયન્સ શરણમ્ ગચ્છામી
ફેસબૂક, ગૂગલ, માઈક્રોસોફટ સહિતની ટોચની કંપનીઓને વિકાસની પાંખો પ્રસરાવવા રિલાયન્સની જરૂર : ‘ડિજીટલ ગુરૂ ’ઓ હવે અંબાણીની દુરંદેશી ઉપર નિર્ભર
રિલાયન્સ હવે વૈશ્ર્વિક કક્ષાએ ડિજીટલ ગુરૂ ઓની માનીતી કંપની બની છે. ફેસબુક, ગુગલ, માઈક્રોસોફટ સહિતની કંપનીઓને પોતાનો ‘વિકાસ’ હવે રિલાયન્સમાં અનુભવાઈ રહ્યો છે. જેના પરિણામે રિલાયન્સની ‘અંબાણી’ પર સવારી કરવા ટોચની કંપનીઓ ધક્કા-મુક્કી કરે છે. રિલાયન્સ દુરંદેશીએ પણ હવે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વ માટે કનેક્ટિવીટી, કોમ્પ્યુટીંગ અને સ્ટોરેજ સોલ્યુશન સહિતની ટેકનોલોજીને લગતી સેવાઓ આપી છે.
ગઈકાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની ૪૩માં વાર્ષિક સાધારણ સભા હતી. જેમાં રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણીએ ૩ હાઈપર ગ્રોથ એનજીનના નિર્માણની વાત કરી હતી. રિલાયન્સનું આ વિઝન આખા દેશને વિશ્ર્વગુરૂ બનાવવામાં મદદરૂ પ થશે. અત્યાર સુધીમાં ફેસબુક રિલાયન્સમાં રોકાણ કરી પોતાનો વિકાસ સાધવા ઈચ્છીત હતું. જો કે, હવે ગુગલને પણ રિલાયન્સ સાથે હાથ મિલાવવો છે. બીજી તરફ માઈક્રોસોફટ પણ જિયો સાથે આવ્યું છે. માઈક્રોસોફટ નાના અને મધ્યમ ઉદ્યોગોને ઉભા કરવા અને વૃદ્ધિ પામવા માટે તૈયાર કરવાની સાથે ભારતમાં ટેકનોલોજી આધારિત જીડીપી વૃદ્ધિ કરવાનો ઉદ્દેશ રાખે છે. અત્યારે જિયો વિશ્ર્વની બીજા નંબરની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર કંપની બની ગઈ છે. માત્ર ટેલીકોમ ક્ષેત્રે જ નહીં પરંતુ ડિજીટલ ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં પણ જિયો ટોચના સ્થાને છે.
જિયો પ્લેટફોર્મમાં ગુગલ રૂ.૩૩૭૩૭ કરોડના ખર્ચે ૭.૭૩ ટકા હિસ્સો ખરીદવાની તૈયારી દર્શાવી છે. છેલ્લા મહિનાઓમાં ગુગલે કુલ રૂ.૧.૫૨ લાખ કરોડનું રોકાણ કર્યું છે. જિયોની ડિજીટલ પ્રોપર્ટી દેશમાં વ્યુહાત્મક રીતે મહત્વનો ફાળો આપશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૪૩મી વાર્ષિક સાધારમ સભા (આઇ.પી.ઓ. પછી)નું આયોજન જિયોમીટના માધ્યમથી કરવામાં આવ્યું હતું, આ વર્ચ્યુઅલ મિટીંગમાં દેશભરમાંથી હજારો શેરધારકોએ ભાગ લીધો હતો. આ સભાને સંબોધતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સે ત્રણ હાઇપર-ગ્રોથ એન્જિનનું નિર્માણ કર્યું છે, જેમાં જિયો પ્લેટફોર્મ્સ, રિલાયન્સ રિટેલ ન્યૂ કોમર્સ બિઝનેસ અને રિલાયન્સના ઓઇલ ટુ કેમિકલ (ઓ૨સી) વ્યવસાયનો સમાવેશ થાય છે. રિલાયન્સના ડાવર્સિફાઇડ ગ્રોથને ઝડપી બનાવવા માટે કંપની નવા ગ્રોથ એન્જિનનું નિર્માણ પણ ભવિષ્યમાં કરતી રહેશે, એમ જણાવતાં અંબાણીએ ઉમેર્યું હતું કે, અમારું વિઝન રિલાયન્સને ન્યૂ એનર્જી અને ન્યૂ મટીરીલય કંપની બનાવવાનું છે.
અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી ગ્રોથ સ્ટ્રેટેજીનું લક્ષ્ય ૧.૩ અબજ ભારતીયોની જરૂરીયાતોને પહોંચી વળવાનું છે. ખાસ કરીને લાખો વંચિત લોકો જેઓ આર્થિક અને સામાજિક પિરામિડના પાયામાં રહેલા છે. અત્યાર સુધીમાં, ભારતનો ગ્રોથ ડેમોગ્રાફિક સ્ટ્રેન્થના નાના ભાગની જરૂરીયાતોને આધારે ટકી રહ્યો છે. પરંતુ જ્યારે ભારત અને ઇન્ડિયા સાથે મળીને વૃધ્ધિ પામશે, ત્યારે સમગ્ર વિશ્વ ચોંકી ઉઠશે. જ્યારે આપણે આપણા રાષ્ટ્રના સર્વસમાવેશક ભવિષ્ય માટે મૂલ્યોનું સર્જન કરીશું ત્યારે તે આપમેળે જ રિલાયન્સ માટે મૂલ્યોની વૃધ્ધિ કરનારી બાય-પ્રોડક્ટ બની જશે.
અંબાણીએ ઉમેર્યું હતું કે, આપણે બધાં જ જાણીએ છીએ કે આપણે આપણી રીતે જ આ વિઝનને સાકાર કરી શકીએ નહીં. હકીકતમાં કોઇપણ એકલી કંપની આ કરી શકે નહીં. તેથી અમે બે પીનો વ્યૂહ અપનાવ્યો છે લાખો નાના વેપારીઓ, ખેડૂતો, શિક્ષકો, આરોગ્યકર્મીઓ સાથે ભાગીદારી કરીને તેમને વધારે પ્રોડક્ટીવ (ઉત્પાદક) અને પ્રોફિટેબલ (નફોકર્તા) બનાવવામાં મદદ કરવી અને સારું ભવિષ્ય ધરાવતા સ્ટાર્ટ-અપ્સ અને વૈશ્વિક સ્તરે નામના ધરાવતા ટેકનોલોજી અને એનર્જી કંપનીઓ સાથે ભાગીદારી.
અમારી મૂલ્ય સર્જનની યાત્રામાં ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી (બૌધ્ધિક સંપદા) મહત્વનો સ્તંભ બની રહેશે. તેથી, રિલાયન્સ આધુનિક ટેકનોલોજીકલ ઇન્નોવેશનમાં પોતાની ક્ષમતા વધારવાનું ચાલુ રાખશે. મેઇડ-ઇન-ઇન્ડિયા, મેઇડ-ફોર-ઇન્ડિયા અને મેઇડ-ફોર-ધ-વર્લ્ડ ઉત્પાદનો માટેને ખૂબ જ જોરશોરથી પ્રોત્સાહન આપવા માટે રિલાયન્સ સ્ટાર્ટઅપ્સ સહિતની બીજી ભારતીય કંપનીઓ સાથે કામ કરશે, એમ અંબાણીએ જણાવ્યું હતું.
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સનું વધુ એક વર્ષ રેકોર્ડ કામગીરી સાથેનુ ંરહ્યું હતું. રિલાયન્સ ૧૫૦ બિલિયન ડોલરથી વધુ માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી દેશની સૌથી પહેલી કંપની બની તેમજ દેશની પ્રથમ એવી કંપની પણ બની છે જેનુ એકીકૃત રૂ. ૧,૦૦,૦૦૦ કરોડથી વધુ હોય. અમારા ગ્રાહકલક્ષી વ્યવસાયોએ અસાધારણ તેજી દર્શાવતા ૪૯%ની વૃદ્ધિ દર્શાવી છે અને ગ્રાહકલક્ષી વ્યવસાયો આજે એકીકૃત ૩૫% જેટલો હિસ્સો ધરાવે છે. માત્ર પાંચ વર્ષ પહેલા, અમારી તમામ એનર્જી અને મટીરીયલ બિઝનેસમાંથી આવતી હતી, ત્યારપછીથી અમારા ગ્રાહકલક્ષી વ્યવસાયો અને ટેક્નોલોજી વ્યવસાયોએ સતત ખાતાંકીય વૃદ્ધિ હાંસલ કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
- સિલીકોન વેલી રિલાયન્સના શરણે
રિલાયન્સે ડિજીટલ ક્ષેત્રમાં લાવેલી ક્રાંતિના કારણે સિલીકોન વેલી રિલાયન્સના શરણે આવી ચૂકી છે. રિલાયન્સ જિયો સાથે હવે ગુગલ, ફેસબુક અને માઈક્રોસોફટ પણ જોડાવા સજ્જ છે. આ ઉપરાંત વિશ્ર્વસ્તરની સોફટવેર કંપનીઓ પણ રિલાયન્સની નજીક સરકી રહી છે. વર્તમાન સમયે સિલીકોન વેલીની બોલબાલા છે. ત્યારે રિલાયન્સ જિયો સાથે ઈન્ટરનેટ ઓફ થીંક જેમ કે, હોમ બ્રોડબેન્ડ, એન્ટરપ્રાઈઝ બ્રોડબ્રેન્ડ સહિતની સુવિધા આપવા માટે અનેક કંપનીઓ તલપાપડ છે. આ ઉપરાંત મોબાઈલ એપ્લીકેશન અને કોમ્પ્યુટીંગમાં પણ રિલાયન્સની બોલબાલા નજીકના ભવિષ્યમાં જોવા મળશે.
- વિશ્ર્વને જોડવા કલાઉડ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર
વિશ્ર્વને અત્યાર સુધી જો કોઈ ગંભીર સમસ્યા નડતી હતી તો તે કલાઉડના સેટઅપ પાછળ થતાં ખર્ચની હતી. સ્ટાર્ટઅપ માટે પણ ૮૦ ટકા ખર્ચ કલાઉન્ડ અને કનેક્ટિવીટીનો થતો હતો જો કે હવે જિયો સ્ટાર્ટઅપને વિનામુલ્યે કલાઉન્ડ સર્વિસ પૂરી પાડશે. જેથી સ્ટાર્ટઅપને કનેક્ટિવીટી અને કલાઉન્ડ ઈન્ફાસ્ટ્રકચરનો ખર્ચ દૂર થશે. નાના ઉદ્યોગોને જિયો કનેક્ટિવીટી સાથે અમુક નજીવી કિંમતમાં સર્વિસ પણ આપશે. જિયો આગામી ૧૨ મહિનામાં જ વિશ્ર્વનું સૌથી મોટું બ્લોકચેઈન નેટવર્ક સ્થાપિત કરશે.
- મોબાઈલ ઈન્ડસ્ટ્રીની સુરત ફરી જશે
જિયોના આગમનથી લગભગ તમામ ટેલીકોમ ઓપરેટરો ઘુંટણીયે પડી ગયા છે. સસ્તા દરમાં સારી સર્વિસ આપવામાં રિલાયન્સ જિયો અગ્રસ્થાને છે. આવા સમયે રિલાયન્સ નવી ઓએસ એટલે કે ઓપરેટીંગ સીસ્ટમ ગુગલ સાથે મળીને બનાવા જઈ રહ્યું છે. આ નવી ઓએસ ખુબ સસ્તા ભાવના સ્માર્ટફોન લોકો સુધી પહોંચાડવા મદદરૂ પ થશે. આ ઉપરાંત હવેથી રિલાયન્સ જિયો દેશની ૫૦ ટકા વસ્તી એટલે કે, ૫૦ થી ૬૦ કરોડ લોકો સુધી પહોંચાડવાનો નિર્ધાર રાખી રહ્યું છે.
- રિલાયન્સના બાહુબળથી ડિજિટલ ઈકો સીસ્ટમ વિસ્તૃત થશે
આગામી સમય ડિજીટલ ઈકો સીસ્ટમ ઉભી કરવા મહત્વનો ભાગ ભજવે છે. બ્રોડબેન્ડ નેટવર્કની સાથો સાથ સોફટવેર અને હાર્ડવેર ક્ષેત્રે પણ જિયોનો જોટો નજીકના ભવિષ્યમાં જડશે નહીં. ગળાકાંપ હરિફાઈ વચ્ચે ઝડપી ઈન્ટરનેટ કનેકશન અને લેન્ડલાઈન ફોન નિ:શુલ્ક જોડાઈ જશે. કનેક્ટિવીટી, સ્ટોરેજ, ટેકનોલોજી સહિતના ક્ષેત્રે રિલાયન્સે લાવેલી ક્રાંતિના કારણે ડિજીટલ ઈકો સીસ્ટમ વધુ સુદ્રઢ બનશે. આ ઈકો સીસ્ટમનો લાભ લેવા માટે વૈશ્ર્વિક કંપનીઓ થનગની રહી છે.