૨૧ જુલાઇ સુધી ફાર્મ ભરી શકાશે: સપ્ટેમ્બરમાં પ્રિલિમ અને ઓકટોબરમાં મેઇન પરીક્ષા
હાલમાં આઇ.બી.પી.એસ. બોર્ડ દ્વારા ગ્રામીણ બેંકોમાં ભરતી માટેની જાહેરાત બહાર પડેલ છે તેથી બેન્કની નોકરી મળવવા માટેની આ ઉત્તમ તક છે. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં કલાર્કની ૪પ અને ઓફીસરની ૩ર જગ્યાઓ ની ભરતી થવાની છે. સૌરાષ્ટ્ર ના વિઘાર્થીઓને બેકની નોકરી મેળવવાની આ ઉત્તમ તક છે.
સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકએ ભારત સરકાર સ્ટેટ બેંક ઇન્ડિયા અને ગુજરાત સરકારની સંયુકત માલીકી ધરાવતી સઁપૂર્ણ સરકારી બેંક છે બેંકનું સંચાલન સ્ટેટ બેંક ઇન્ડિયા કરે છે. માત્ર સૌરાષ્ટ્રમાં ૨૫૯ શાખાઓ ધરાવતી આ એક માત્ર બેંક છે જેની હેડ ઓફીસ છે. આ બેકની શાખાઓ સૌરાષ્ટ્રના ગામડાઓમાં જ નહીં પરંતુ મોટા ભાગના તાલુકાઓ અને તમામ જીલ્લાઓમાં પણ છે બેન્કનુ: પગાર ધોરણ પણ અન્ય સરકારી બેન્કોની જેમ જ છે. આઇ.બી.પી.એસ. નીવેબસાઇટ www.IBPS. in ઉપર જઇને આ ફોર્મ ઓનલાઇન ભરવાનું છે.
ફોર્મ ભરવાની તા. ૧-૭-૨૦ થી ૨૧-૭-૨૦ સુધીની છે ફી પણ ઓનલાઇન જ ભરવાની છે. સપ્ટેમ્બરમાં પ્રિલિમ પરીક્ષા અને ઓકટોબરમાં મેઇન પરીક્ષા યોજાશે. મેઇન પરીક્ષાના માર્ક મેરીટમાં ગણાશે. કલાર્ક માટે ઇન્ટરવ્યુ નથી લેવાના, માત્ર મેઇન ના મેરીટના આધારે જ નોકરી મળશે ઓફીસર માટે મેઇન તથા ઇન્ટરવ્યુ ના માર્કનુ: મેરીટ બનશે. આ પરીક્ષા દેશની ૪૩ ગ્રામીણ બેન્કો માટે યોજાશે. જેથી એક જ પરીક્ષામાં મેરીટ મુજબ અન્ય ગ્રામીણ બેંકમાં પણ નોકરી મળી શકે છે. ગુજરાતના વિઘાર્થીઓ ને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ઉપરાંત બરોડો ગુજરાત ગ્રામીણ બેંકમાં પણ નોકરી મળી શકે છે. આ માટે તેમણે ઓનલાઇન ફોર્મ ભરતા સમયે પસંદગી આપવાની હોય છે. પ્રિલિમ પરીક્ષાના કેન્દ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જામનગર અને અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત વિગેરે છે.