બાઈક ચાલકે નાસવાનો પ્રયાસ કરતા પોલીસે લાકડી ઝીંકી દેતા યુવક લોહીલુહાણ થયો: ઘટનાના પગલે લોકોનાં ટોળા વળતા ત્રણેય પોલસકર્મી નાસી છૂટયા
શહેરમાં નાણાવટી ચોકમાં ત્રણ સવારીમાં નિકળેલા ચાલક સહિત બે સગીરનેપોલીસના નામે અટકાવી ત્રણેય જણાએ લાકડીથી ફટકારતા લોકોનાં ટોળા ભેગા થઈ ગયા હતા અને ઘાયલ બનેલા ત્રણેયને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડાયા હતા બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીગ્રામ શ્યમાનગર ૩મા રહેતા ઋતુ રમેશ સોલંકી ઉ.૧૯ તથા તેનો મિત્ર ચિન્ટુ પરમાર ઉ.૧૭ અને બીજો મિત્ર રોહન વાઘેલા ઉ.૧એ સાંજે બાઈકમાં નાણાવટી ચોકમાં વાળ કપાવવા માટે ગયા હતા ત્યાંથી પરત ઘર તરફ ત્રણ સવારીમાં જઈ રહ્યા હતા ત્યારે નાણાવટી ચોક પાસે પોલીસ જેવા દેખાતા ત્રણ જણાએ બાઈકને અટકાવી હતી જેથી ઋતુ ગભરાઈને બાઈક ભગાવતા તેને લાકડીથી ફટકારતા માથામાં લોહી નિકળવા માડયું હતુ.
ઋતુના કહેવા મુજબ મને ત્રણ સવારીમાં અટકાવતા મારી પાસે દંડ માગશે તેમ લાગ્યું હતુ પરંતુ દંડના પૈસા ન હોય મે બાઈક ભગાવતા પાછળ દોડીને હુમલો કરાયો હતો. મે સીવીલ હોસ્પિટલમા સારવાર લીધા બાદ નિવેદન નોંધાવા ગાંધીગ્રામ પોલીસ જવાનો છું