સાંજનાં ૭:૪૮ કલાકે આશરે ૬ મિનિટ માટે આ રમણીય નજારો જોઈ શકાશે

અવકાશ ક્ષેત્રે ઘણીખરી એવી ઘટના ઘટીત થતી હોય છે કે જે લોકો પણ તેને જોઈ શકે છે. એવી જ એક ઘટના આજે જોવા મળશે જેમાં અંતરીક્ષમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટર જે ગતિથી પસાર થશે તેનો નજારો રંગીલા રાજકોટનાં લોકો જોઈ શકશે. આ નજારો સાંજનાં ૭:૪૮ કલાકે આશરે ૬ મિનિટ માટે જોવા મળશે. ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર અંગે જો માહિતી મેળવવામાં આવે તો સુર્ય અને ચંદ્ર બાદ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર લોકો તેની નરી આંખે જોઈ શકે છે. મંગળવારનાં રોજ પણ અમદાવાદ અને રાજકોટમાં આ નજારો ૬ મિનિટ માટે રાત્રીનાં ૮:૩૫ કલાકે જોવા મળ્યો હતો ત્યારે આજનાં દિવસે પણ સાંજનાં સમયે આ રમણીય દ્રશ્ય જોવા મળશે. હાલ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર જે ગતિએ ચાલી રહ્યું છે તેને લઈ રાજકોટ અને અમદાવાદમાં વસતા લોકો આ દ્રશ્યને પોતાની નરી આંખે નિહાળી શકશે.

ગુજરાત રાજયનાં અન્ય શહેરોમાં આ દ્રશ્ય જોવા મળશે નહી જેનું કારણ એ છે કે, ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર સીધી રીતે જે દિશામાં પસાર થવું જોઈએ તે થશે નહીં. આ દ્રશ્યનો લાભ માત્રને માત્ર રાજયનાં બે શહેરોને જ મળશે તેમ ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં એડવાઈઝર નરોતમ સાહુએ જણાવ્યું હતું. તેમનાં જણાવ્યા મુજબ જે લોકો આ નજારાને જોવામાં બાકાત રહ્યા હોય તેમના માટે આજનો દિવસ પણ રહેલો છે કે જેમાં લોકો સાંજનાં ૭:૪૮ કલાકે આ દિવ્ય દ્રશ્ય નિહાળી શકશે. નરોતમ સાહુનાં જણાવ્યા મુજબ આ ઘટના સૌપ્રથમ વખત ઘટીત થઈ રહી છે. હાલ જે એન્જીનીયરીંગ ક્ષેત્રે જે રીસર્ચ અને અભ્યાસ કરવામાં આવ્યા છે સાથો સાથ જે સંશોધન પણ કરાયું છે તેના પરીણામ સ્વરૂપે આજે લોકો ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરને નિહાળી શકશે.

ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર અનેકવિધ દેશોનાં સંયુકત ઉપક્રમે બનાવવામાં આવ્યું છે અને તે પૃથ્વીની ધરાથી ખુબ જ નજીક મોડયુલર એટલે કે હલન-ચલણ કરી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરની મહત્વતા વિશે જો વાત કરવામાં આવે તો પૃથ્વી અને અવકાશમાં જે રહસ્યો હજુ સુધી ઉજાગર થયા નથી તેને આઈએસએસ ખુબ જ સરળતાથી ઉજાગર કરી શકે છે. પૃથ્વી પર ઘણીખરી ચીજવસ્તુઓનો અભ્યાસ પણ અવકાશી વિકાસ માટે કરવામાં આવે છે જેમાં ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરનો ભાગ અને તેનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.