ઘરકંકાસથી કંટાળી યુવકનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ: વૃંદાવન સોસાયટીની પરિણીતાએ પતિ સાથે ઝઘડો કર્યા બાદ વિષપાન કર્યું

શહેરમાં આત્મહત્યાના પ્રયાસના ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. ઘરકંકાસથી કંટાળી યુવક અને પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો તથા લગ્નનું મુહુર્ત મોડુ નિકળતા મવડીના યુવાને વિષપાન કર્યું હતુ.

પ્રાપ્ત વિગતો મુજબ વૃંદાવન સોસાયટીમાં રહેતા અફસાબેન અફઝલભાઈ પતાણી નામની ૨૩ વર્ષિય પરિણીતાને થતી અફઝળ સાથે ઝઘડો થયાબાદ ઝેરી પાઉડર ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડાયો હતો.

જયારે ખોખળદળ પાસે હરીઓમ પાર્કમાં રહેતા રીક્ષા ચલાવતા શૈલેષ શીવાભાઈ વાઘેલા નામના ૩૫ વર્ષિયયુવાને પત્ની સાથે પૈસા બાબતે રકઝક થયા બાદ માઠુ લાગી આવતા ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખસેડાયા હતા.આ ઉપરાંત મવડી પ્લોટ પાસેનાં નવલનગર ૮માં રહેતા ધર્મેશ રમેશ સોઢા નામના યુવકનું લગ્નનું મૂહૂર્ત બે મહિના મોડુ નિકળતા ઘરે પરિવારજનો સાથે રકઝક કર્યા બાદ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.