એક યુવતી સાથે છુટાછેડા અને બીજી યુવતી સાથેના લગ્નની વાત છુપાવી છળકપટથી ત્રીજી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હવસનો શિકાર બનાવતા નરાધમ ધરપકડ કરી પોલીસે વાસનાનું ભૂત ઉતાર્યુ
ઉપલેટા તાલુકાના લીલાખા ગામના વતની અને જામનગરના ખંભાળીયા રોડ પર અતુલ પેટ્રોલ પંપ પાસે રહેતા યુવાને લગ્ને લગ્ને કુવારાની જેમી એક યુવતી સાથે છુટા છેડા અને બીજી સાથેના હયાત લગ્ન જીવનની વિગત છુપાવી ત્રીજી યુવતીને ફેશબુકના માધ્યમથી પ્રેમ જાળમાં ફસાવી રજીસ્ટ્રર લગ્ન કરી દુષ્કર્મ આચર્યાના ગુનામાં પાંચ માસથી ફરાર જયદીપ દેવાયત ડવની પોલીસે ધરપકડ કરી છે.
સાધુવાસવાણી રોડ પર આવેલા ગોપાલ ચોક નજીક ભીડભંજન સોસાયટીમાં રહેતી યુવતીએ ગત તા. ૮ ફેબ્રુઆરીએ જામનગર દેવપાર્ક સોસાયટીના જયદીપ દેવાયત ડવ, જામનગર ખોડીયાર કોલોનીના અજય પરબત ભાદરકા, જામનગરના અંધઆશ્રમ પાસે રહેતા અનિલ રાણા બંધીયા અને માણાવદર તાલુકાના ભાલેચડા ગામના દર્શક વિનોદ ધ્રાંગા નામના શખ્સો સામે કાવતરૂ રચી છળ કપટથી લગ્ન કરી અવાર નવાર બળાત્કાર ગુજાર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જયદીપ ડવ સાથે ફેશબુકથી પરિચયમાં આવેલી યુવતીને પોતે અપરિણીત હોવાનું ખોટુ જણાવ્યું હતું અને લગ્ન કરવા પ્રપોજ કરતા તેની વાતમાં ફસાયેલી યુવતી લગ્ન માટે તૈયાર થતા રજીસ્ટર મેરેજ કર્યા હતા ત્યારે પણ જયદીપ ડવે રજીસ્ટર મેરેજના ફોર્મમાં પોતે અપરિણીત હોવાનું દશાવતા તેના વિશ્વાસમાં ફયાસેલી યુવતી પર અવાર નવાર દુષ્કર્મ આચરી દારૂ પી ગાળો દેવાનું શરૂ કર્યુ હતું.
જયદીપ ડવે ભૂમિ આહિર સાથે લગ્ન થયાનું અને ક્રિષ્ના ગોજીયા સાથે છુટાછેડા થયાનું છુપાવ્યાનું ધ્યાને આવતા યુવતી અને જયદીપ વચ્ચે ઝઘડો થતા યુવતીને તરછોડી જામનગર જતા રહેલા જયદીપ ડવ અને તેને મદદ કરનાર અજય ભાદરકા, દર્શક ધ્રાંગા અને અનિલ બાધીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયની ગત તા.૧૨ માર્ચે ધરપકડ કરી હતી જ્યારે જયદીપ ડવની બહેન પોલીસમાં હોવાથી તેની ધરપકડ થતી ન હોવાથી દુષ્કર્મની પિડીતા દ્વારા મુખ્ય મંત્રી અને પોલીસ કમિશનરને રજૂઆત કરતા યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. આર.એસ. ઠાકર, પી.એસ.આઇ. એમ.વી.રબારી, ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે સાઇબર ટેકનોલોજીની મદદથી જયદીપ ડવની ધરપકડ કરી પાંચ માસથી કયાં છુપાયો હતો તે અંગેની વિગતો મેળવવા રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.