જકોટની કોવિડ-19 સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ મુલાકાત કરી હતી તો સાથોસાથ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓનો હાલચાલ પણ તેમણે પૂછ્યા હતા. તેમજ ક્યાં પ્રકારની સારવાર તેમને આપવામાં આવી રહી છે તે અંગે પણ તેમણે વાતચીત કરી હતી.
સાથોસાથ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના વાઇરસની ક્યાં પ્રકારની પરિસ્થિતિ છે, કેટલા કેસ નોંધાયા છે, કેટલા મૃત્યુ થયા છે. જે પણ દર્દીઓના મૃત્યુ થયા છે તેમની પાછળ માત્ર કોરોના વાઇરસ જવાબદાર છે કે પછી દર્દીને અન્ય કોઈ બીમારી હતી તે સહિતની માહિતીઓ મેળવી હતી.
તેમજ આગામી સમયમાં રાજકોટ શહેર અને જિલ્લા ખાતે કોવિડના દર્દીઓને આપવામાં આવનારી સારવારમાં કંઈ રીતે વધારો કરી શકાય તેમ છે તે અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.