૩૫૬.૧૦ લાખના ખર્ચે નિર્મિત છાત્રાલયમાં ૩૨ રૂમ, લાઈબ્રેરી, રીડિંગ પેસેજ, કોમ્પ્યુટર લેબ, સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રૂ.૩૫૬.૧૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સરકારી કુમાર છાત્રાલયનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાજમાં વંચિત, શોષિત, પીડિત તથા ગરીબ સૌ કોઈને પૂરતો સામાજિક ન્યાય તથા સામાજિક સમરસતા મળે તે રાજય સરકારની નેમ છે.સામાજિક તથા માનવીય ઉત્થાન માટે શિક્ષણ ખૂબ મહત્વનું છે.જો શિક્ષણ હશે તો સામાજિક સમરસતા સાધી દરેકનો વિકાસ કરી શકાશે.અને તેથી જ શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ આજસુધી સરકારે “સબ સમાજ કો સાથ મેં લેકર આગે બઢતે જાના હે” ના મંત્રને અનુસરી રાજ્યને વિકાસના પથ પર આગળ વધાર્યું છે.
મહુવા ખાતે ૩૫૬.૧૦ લાખના ખર્ચે નિર્મિત આ સરકારી કુમાર છાત્રાલયમાં ગ્રાઉન્ડ ફ્લોર પર લાયબ્રેરી, રીડીંગ રૂમ, એન્ટ્રી, ડીસેબલ એન્ટ્રી, ટોયલેટ, બાથરૂમ, ડીસેબલ ટોઈલેટ-બાથરૂમ, વોર્ડન ક્વાર્ટર, ઓફીસ, કોમ્પ્યુટર રૂમ, વીઝીટર રૂમ, કિચન, કિચન સ્ટોર, ડાયનિંગ હોલ, ડીશ વોશ એરીયા, વોટર એરીયા, પેસેજ એરીયા તેમજ પ્રથમ માળે ૧૬ છાત્ર રૂમ, ૬ છાત્ર ટોઈલેટ, ૬ છાત્ર બાથરૂમ, રીડીંગ પેસેજ, વોટર કુલર પેસેજ, અને બીજા માળે પણ ૧૬ છાત્ર રૂમ, ૬ છાત્ર ટોઈલેટ, ૬ છાત્ર બાથરૂમ, રીડીંગ પેસેજ, વોટર કુલર પેસેજની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.કેમ્પસમાં બોર તથા સંપની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.
આ પ્રસંગે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, મહુવા નગરપાલિકા પ્રમુખશ્રી, મહુવા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી શ્રી મહુવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી, જિલ્લા નાયબ નિયામકશ્રી વિકસતી જાતિ શ્રી વસાણી, મહુવા તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.