ખાનગી કં૫નીઓએ ખાનગી નિયમો બનાવીને ધરાર લાદયા: કર્મચારીઓના સ્વજનો દ્વારા કાર્યવાહીની માંગ
ખંભાળીયા, જામનગર માર્ગ પર આવેલી નાની મોટી અનેક કંપનીઓ દ્વારા તેમના પેટા કર્મચારીઓ સાથે તમામ કાર્યોમાં બેવડા ધોરણો અપનાવવામાં આવતા હોવાથી કર્મચારીઓ દ્વિધામાં મુકાયા છે. કંપનીઓ દ્વારા કોન્ટ્રાકટ સીસ્ટમથી જ મોટાભાગ કામો કરાવવામાં આવે છે ત્યારે કંપની દ્વારા પ્રાઇવેટના નિયમ નકિક કરી પેટા કોન્ટ્રાકટરો પર લાદવામાં આવ્યા છે. જેમાં પેટા કોન્ટ્રાકટરો ના સંખ્યાબંધ કર્મચારીઓને તા.૧૮ માર્ચ થી જ તેઓના ઘરે જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી ચાર માસથી આવા કર્મચારી કોઇપણ જાતના રોગના લક્ષણો ધરાવતા હોવા છતાં તેમને કંપનીમાં જ રાત દિવસ રાખવામાં આવ્યા છે. કર્મચારીઓના સ્વજનો મળવા માટે આવે તો તેમને દુરથી જ મળવા દેવામાં આવે છે.
પરંતુ કંપનીના કામ દરમ્યાન પરસ્પર મળવાનું કે એક સાથે કાર્ય કરાવવામાં આવે છે. જેમાં નિયમોનું પાલન કરાવવામાં આવતું નથી. ઉપરાંત અનેક નાના વર્ગના કર્મચારીઓને ચાર ચાર માસથી વેતન ન મળવાથી તેમજ પરિવારના મોભીને ગેર હાજરીથી આવા પરિવારો દ્રિધા મૂકાયા છે ત્યારે જીલ્લા પ્રશાસન આ હકિકતની નોંધ લે એવી માંગણી કર્મચારીના સ્વજનો કરી રહ્યા છે.