નબળા કામ છતાં કોન્ટ્રાકટર સામે પગલા નહીં
ધોરાજીમાં માત્ર દોઢ થી બે વર્ષ પહેલા બનેલા રોડમાં વરસાદના કારણે ગાબડા પડી ગયા છે. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતે તપાસ કરી કોન્ટ્રાકટર વિરુધ્ધ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.
ધોરાજી શહેરની અંદર માર્ગ અને મકાન વિભાગનો રોડ આવેલ છે આ રોડ આશરે દોઢથી બે વર્ષ પહેલા બનાવવામાં આવેલો હતો જેમાં અમુક ભાગ સી.સી.રોડ અને અમુક ભાગ ડામર રોડ બનાવવામાં આવેલો હતો હાલમાં આ સીસી રોડ અને ડામર રોડની અંદર મોટા મોટા ગાબડા પડી ગયા છે.
ભૂતકાળમાં પણ જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે પણ લોક ફરિયાદો થઇ હતી. ખાડાઓ પડી ગયા હતા પરંતુ તંત્રએ કાંઈ ધ્યાન દીધું નથી કોન્ટ્રાક્ટર સામે કાંઈ પગલા લીધેલ નથી જેને લીધે હાલમાં આ રોડ સંપૂર્ણપણે નાશ પામેલ છે જેમાં જૂનાગઢ રોડ સરદાર પટેલ ચોક થી જેતપુર રોડ અને જમનાવડ રોડ પર મોટા મોટા ગાબડા પડી ગયા છે જેથી કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી પગલાં લેવામાં આવે અને ફરીથી રોડ રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે