૧૫ દિવસથી અંધારપટ ભોગવનારા ગિન્નાયા
અંધારપટ નહીં હટે તો હજુ પણ ઉગ્ર કાયર્ર્ક્રમો: આવેદનમાં ચીમકી
જામનગરના નગરસીમ વિસ્તારમાં બે અઠવાડિયાથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી લોકોને નડતી મુશ્કેલીના પ્રશ્ને વાચા આપવા સનિક કોર્પોરેટરની આગેવાની હેઠળ મહાનગરપાલિકાની લાઈટ શાખાને તાળાબંધી કરવામાં આવી હતી તેમજ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જામનગરના નગરસીમ વિસ્તારમાં પંદર દિવસી અંધારપટ છવાયો છે. કાલાવડનાકાથી મહાપ્રમુજી બેઠકી કલ્યાણ ચોકી સનસિટી-ર સુધીના માર્ગમાં ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ ઈ ગયું છે. મસમોટા ગાબડા પડ્યા છે. તેવામાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાહદારીઓને ભારે મુશ્કેલી નડી રહી છે. અંધારપટના કારણે લુખ્ખા તત્ત્વો પણ બેફામ બને છે અને લુંટફાટની પણ શક્યતા વધી જાય છે. નગરસીમ વિસ્તારમાં અનેક સ્ળે સ્ટ્રીટ લાઈટ નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દાદ આપતું નથી. તંત્ર એવું કહે છે કે લાઈટો ઉપલબ્ધ નથી, પરંતુ તાજેતરમાં ગુલાબનગરની નૂરી ચોકડી અને ત્યાંથી મહાપ્રભુજી બેઠક સુધી એલઈડી સ્ટ્રીટ લાઈટો નાંખવામાં આવી હતી તો તે ક્યાંથી આવી? હકીકતે પક્ષપાત રાખવામાં આવી રહ્યો છે. આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે તેવી લેખિત રજૂઆત સનિક કોર્પોરેટર અસ્લમ ખીલજીએ આવેદનપત્ર પાઠવીને કરી હતી. આ પછી તેમણે મહાનગરપાલિકા કચેરીની લાઈટ શાખાને તાળાબંધી કરી હતી. આ કાર્યક્રમમાં અસ્લમ ખિલજી, હાજી રીઝવાન જુણેજા, કોર્પોરેટર આનંદ ગોહિલ, ડો. તૌસીફ ખાન પઠાણ, મહિપાલસિંહ સહિતનાઓ જોડાયા હતાં.