કેન્સર પેશન્ટો માટે પોતાના ‘વાળા’ ડોનેટ કરીને મુંડન કરાવ્યું, દાદીનું કેન્સરમાં અવસાન થયું ત્યારથી ઇચ્છા હતી “કેશ ડોનેટની”
કંઇક નોખું કંઇક અનોખુકાર્ય-સેવા કરીને આજનો માનવી જયારે અનોખી સેવા સથે અન્ય લોકોની મદદ કરી રહ્યો છે ત્યારે ટીવી ફિલ્મ, તખ્તાના કલાકારો પણ જનસમુદાયની સેવા માટે આગળ આવી રહ્યા છે. કેન્સરની કિમોથેરાપી ટ્રીટમેન્ટને કારણે માથાના વાળા ખરીજવાની આડઅસર છે ત્યારે આવા લોકોને માટે ઘણા પોતાના ‘વાળ’ ડોનેટ કરીને અંગુલી નિદેશ સેવા કરી રહ્યા છે.
આવી જવાન ટી.વી. ફિલ્મ, નાટ્યજગત સાથે જોડાયેલા જાણિતા નિર્માતા, કલાકાર, નિર્દેશક કમલેશ મોતાની ૨૩ વર્ષની પુત્રીએ પોતાના સુંદર (વાળ) કેન્સરનાં દર્દીઓ માટે ડોનેટ કર્યા છે. શારવીએ પોતાની વર્ષો જુની ઇચ્છા આજે પૂર્ણ કરી છે.
અબતક સાથેની વાતચિતમાં અભિનેત્રી શારવી મોતાએ જણાવેલ છે કે હું જયારે ત્રીજા ધોરણમાં હતી ત્યારે મારા દાદી હેમલતાબેનને કેન્સર ડિટેકટ થયું હતું. ટુંક સમયમાં જ તેનું અવાસાન થયું. “દાદીને ગુમાવ્યા ત્યારે મને લાગ્યું કે મારો બેસ્ટ ફ્રેન્ડ ગુમાવ્યો છે.
મારા દાદી વગર હું સુઇ શકતી ન હતી. જયારે મે આ વાત સ્વીકારી કે હવે દાદી આ દુનિયામાં જ નથી તે મારા માટે ઘણું કષ્ઠદાયક હતું. હું આજે પણ તેને મિસ કરુ છુ તેમ અભિનેત્રી શારવી મોતાએ જણાવેલ.
શારવી મોતા મોટી થઇ સમજણી થઇને તેને કેન્સર પેશન્ટ માટે ‘વાળ’ ડોનેટ કરવાનો વિચાર આવ્યો. દાદીની યાદમાં એક શ્રેષ્ઠ સેવા કરવાની ઇચ્છા થઇ, પણ તે ધો.૧૧માં હતી ત્યારથી તેણે નાટ્યમાં કામ ચાલુ કર્યૂ હતુ. તેથી આ સમય થોડો લંબાયો. આખરે તેને મુંડન કરાવીને પોતાના વાળ કેન્સર પેશન્ટને આપ્યા.
તેમનાં શ્રેષ્ઠનાટકોમાં અર્ધસત્ય, વેઇટિંગટ્રમ્સ, મિસ્ટર એન્ડ મિસ બારોટ, શાનુ એન્ડ નાનુ જેવા નાટકોમાં શ્રેષ્ઠ અભિનય આપેલો છે.
એકટિંગના પ્રોફેશનમાં વાળનું બહુ મહત્વ હોય છે, પરંતુ લોકડાઉનમાં નવરાશની પળો હતી અને આ વાળ ડોનેટ કરાવ્યા. હવે અનલોક-૨ થયું ત્યારે કામ મળશે કે નહી તેવા પ્રશ્ર્નના જવાબ આપતા શારવી મોતા અબતકને જણાવે છે કે મને કોઇ અફલોસ નથી. કામ તો જીંદગી ભર કરવું છે, પણ કેન્સરના પેશન્ટોની સેવા કરવા વારંવાર મોકો ન પણ મળે, દાદીની યાદમાં મારી પાસે જે શ્રેષ્ઠ હતુ તે મે શેર કર્યુ છે, લોકોમાં વહેચ્યું છે જેનો મને આનંદ છે.
શારવી મોતાના વાળની લંબાઇ ૪૦ ઇંચની હતી જે તેને તાતા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને ડોનેટ કર્યા હતા.
પુત્રી આવી અનોખી સેવાના કારણે પિતા કમલેશ મોતા ખુબ જ સારૂ ફિલ થયું તેઓ કહે છે કે મારી પુત્રીએ કેન્સરના દર્દી માટે અનોખી સેવા કરીને મારૂ નામ રોશન કરી દીધુ.
ડોગ-ટ્રેઇનર છે ‘શારવી મોતા’
શારવી મોતા એક સર્ટિફાઇડ ડોગ-ટ્રેઇનર છે બે વર્ષ પહેલા તેણે કોર્ષ પૂર્ણ કરીને આજ સુધીમાં ૩૦ ડોગને ટ્રેઇન્ડ કર્યા છે. શારવીનો પ્રાણી પ્રેમ એટલો વધુ છે કે તેણે ડોગ માટે રેસ્કયુ વર્ક પણ શરૂ કર્યુ છે. હમણાં જ તેણે ૩ પપીઝ ને રેસ્કયુ કરીને ઘરે લાવેલ. શારવી કહે છે ડોગની વફાદારી પ્રેમ, હુંફ લાગવી નિરાવી છે.