દવા, ટીપા, ચશ્મા, લેબોરટેરી, નેત્રમણી, સહિતની તમામ સેવાઓનો કોઇ ચાર્જ નહીં દર્દીઓને નિ:શુલ્ક ધાબળા વિતરણ સહિતની સેવા કાર્યરત: લાભ લેવા ટ્રસ્ટનો અનુરોધ
રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, દ્વારા સદ્ગુરુદેવ રણછોડદાસબાપુના સિધ્ધાંતાને અનુસરીને મોતિયાનાં ઓપરેશન દ્વારા અનન્ય સેવા કરવામાં આવે છે.
દાખલ થયેલ કોઇપણ દર્દી પાસેથી એક પણ પૈસા કે રૂપિયા લીધા વગર તેમની તમામ પ્રકારની સારવાર, કેસ કાઢી તપાસ કરવવાની, લેબોરેટરી તથા દવા ટીંપા, ચશ્મા, નેત્રમણી વિગેરે બધી જ સારવાર મફત કરવામાં આવે છે, કોઇપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. અન્ય દવાખાનાઓમાં ઓપરેશન માટે રૂપિયા ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ લેવામાં આવે છે તે જ ઓપરેશન આશ્રમમાં રૂપિયો લીધા વિના મફતમાં કરી આપીએ છીએ.
૧ વર્ષના બાળકથી માંડીને ૧૦૦ વર્ષનાં વૃધ્ધ દર્દી ભગવાનનાં મફત ઓપરેશન કરવામાં આવે છે, બાળ દર્દીઓનાં ઓપરેશન જો અન્ય જગ્યાએ કરવામાં આવે તો રૂ.૨૫ હજાર થી ૩૦ હજાર થાય છે, તે ઓપરેશન આશ્રમમાં વિનામૂલ્યે થાય છે.
દરેક દર્દીનું આધુનિક ફેકોમશીન સાથે સોફટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી)સાથે, ટાંકા વગરનું મફત ઓપરેશન કરવામાં આવે છે, તથા દરેક દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા, નાસ્તો, તથા શુધ્ધ ઘીનો શીરો તથા દરેક દર્દી ભગવાનને ખાસ એક એક ધાબળો (બ્લેન્કેટ) આપવામાં આવશે.
હોસિપટલ, નો સમય દરરોજ સવારે ૯થી ૧૨ તથા સાંજે ૫થી ૬ વાગ્યા સુધી આધારકાર્ડ ફરજીયાત લાવાનું રહેશે. વધુ માહિતી માટે મો.૯૫૮૬૩ ૦૮૧૭૮, ૮૪૬૦૯ ૨૮૫૦૮, ૮૨૩૮૬ ૫૦૫૦૩, ૯૭૧૨૯ ૫૦૫૦૩ ઉપર સંપર્ક કરવા ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે.