આઈ.એમ.એ. દ્વારા ડોકટર્સ ડે નિમિતે અપાતા રાષ્ટ્રીય એવોર્ડ માટે કોરોના મહામારીમાં સેવા આપનાર તબીબોની ખાસ પસંદગી: દેશભરનાં ૮૦ તબીબોને એવોર્ડ અપાશે
ઈન્ડીયન મેડીકલ એસો. દ્વારા દેશભરમાં કોરોના મહામારી સમયે વિશિષ્ટ સેવા આપનાર તબીબોને એવોર્ડ આપી સન્માનવામાં આવશે જે પૈકી રાજકોટના તબીબ ડો. મયંક ઠકકરની આ રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે રાજકોટ તબીબી જગત માટે ગૌરવનીવાત છે એમ ઈન્ડીયન મેડીકલ એસો. રાજકોટના પ્રમુખ ડો.જય ધીરવાણી અને સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરાની સંયુકત યાદીમાં જણાવાયું છે. દેશભરમાં કોરોના મહામારીના આ કપરા સમયે રાજકોટના ડો. મયંક ઠકકર તથા તબીબો અને દર્દીઓ માટે વિશેષ કામગીરી કરવામાં આવી છે.ત્યારે તેમની રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે પસંદગી થતા રાજકોટ તબીબી જગત દ્વારા તેમના પર શુભેચ્છા વર્ષા કરવામાં આવી છે.
રાજકોટ ગીરીરાજ હોસ્પિટલના ડો. મયંક ઠકકર કોરોના મહામારીની શરૂઆતના તબકકાથી જ સેવા કરી રહ્યા છે.તેમની ખાનગી હોસ્પિટલમાં શરૂઆતમાં સરકારી મંજુરી સાથે કોરોનાના દર્દીને દાખલ કરી સારવાર કરી હતી બાદમાં હાલ ખાસ કોરોના હોસ્પિટલનું તેઓ સંચાલન કરી રહ્યા છે. કોરોનાની મહામારી સામે સારવાર માટે તબીબો અને મેડીકલ સ્ટાફ માટે અત્યંત જરૂરી એવી પીપીઈ કીટની શરૂઆતમાં તંગી હતી, જરૂરીયાત પ્રમાણે કીટ ઉપલબ્ધ નહોતી એવા સમય ડો. મયંક ઠકકર અને તેમની ટીમ દ્વારા ખાસ પી.પી.ઈ. કીટનું ઉત્પાદન કરાવવામાં આવ્યું હતુ. દેશભરમાં રાજકોટ આઈ.એમ.એ.એકમાત્ર તબીબી સંસ્થા હતી કે જેમણે આપ્રકારે સરકારના તમામ જરૂરી માપદંડો સાથે પી.પી.ઈ. કીટનું લોકલ લેવલે પ્રોડકશન કરાવી તબીબોને કી આપી હતી તેમજ સરકારને પણ દસ હજાર જેટલી કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત તમામ લોકો માટે જરૂરી એવા સેનેટાઈઝરની પણ તંગી હતી આઈ.એમ.એ. રાજકોટના ડો. મયંક ઠકકર અને તેમની ટીમ દ્વારા અંદાજે ૬ હજાર લીટર જેટલું સેનીટાઈઝર તૈયાર કરાવી તબીબો અને હોસ્પિટલોને વિતરણ કરવામાં આવ્યું હતુ. પીપીઈ કીટ અને સેનીટાઈઝરનાં પ્રોડકશન માટે આઈ.એમ.એ. રાજકોટના ત્યારના પ્રમુખ ડો. ચેતન લાલસેતા, સેક્રેટરી ડો. તેજસ કરમટા સહિતના તબીબોનો સહયોગ મળ્યો હતો.
આઈ.એમ.એ.ના સેક્રેટરી ડો. રૂકેશ ઙઘોડાસરાનાં જણાવ્યા અનુસાર, કોરોના મહામારીના આ સમયે કોરોનામાં સપડાયેલા દર્દીની હાલત ગંભીર બને ત્યારે તેની સારવાર માટે વેન્ટીલેટરની જરૂર પડતી હોય છે.દેશમાં વેન્ટીલેટરની સંખ્યા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહોતી આવા સમયે રાજકોટની એક કંપની દ્વારા ચેલેન્જ ઉપાડી તાત્કાલીક વેન્ટીલેટરનું પ્રોડકશન શરૂ કરવામાં આવ્યું અને ટુંકા સમયમાં વેન્ટીલેટર બનાવી દર્દીની સેવા માટે અર્પણ કરવામાં અ વ્યા. આ વેન્ટીલેટર પ્રોડકશન ટીમમાં ટેકનીકલ સહયોગમાં ડો. મયંક ઠકકર અને તેમની ટીમ સક્રિય રીતે જોડાયેલ હતી. ડો. મયંક ઠકકર કોરોના મહામારી કોરોનાના દર્દીની સારવાર તબીબી મેડીકલ સ્ટાફ માટે જરૂરી પી.પી.ઈ. કીટ, સેનીટાઈઝર ખાસ કોરોના હોસ્પિટલનું નિર્માણ એમ તમામ પ્રકારે સેવારત રહ્યા છે.
ઈન્ડીયન મેડિકલ એસો. દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ કોરોના મામારી સમયે વિશિષ્ટ કામગીરી કરનાર તબીબોને કોરોના વોરીયર્સનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ આપી સન્માનવામાં આવશે. રાજકોટના ડો. મયંક ઠકકર સહિત ગુજરાતનાં ૧૦ તબીબોની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં મહેસાણાના ડો. વૈભવ ચૌધરી, અમદાવાદના ડો. જીગર મહેતા, ડો. તુષાર પટેલ, ડો.મેહુલ શાહ, ડો. મોના દેસાઈ, ભાવનગરના ડો. ઈલા હડીયાલ, સુરતનાં ડો.સી.કે.પટેલ, ડો. પારૂલ વડગામા અને હિંમતનગરના ડો. ભગતરામ સોમાણીનો સમાવેશ થાય છે.
અઈ.એમ.એ. રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલ પંડયા, આઈ.એમ.એ.ગુજરાતનાં ઉપપ્રમુખ ડો. હિરેન કોઠારી, આઈ.એમ.એ. રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી, સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરા,, રાજકોટના ગુજરાત આઈ.એમ.એ.ના પૂર્વ ઉપપ્રમુખો સર્વશ્રી ડો.એમ.કે.કોરવાડીયા, ડો.ભરત કાકડીયા, ડો. અમિત હપાણી, સૌ.યુનિ.ના સિન્ડીકેટ મેમ્બર અને ગુજરતા મેડિકલ કાઉન્સીલના ડો. ભાવિન કોઠારી, મેડિકલ ફેકલ્ટીના ડિન ડો. વિજય પોપટ (જામનગર), રાજકોટ આઈ.એમ.એ.ના વરિષ્ઠ તબીબો ડો. એસ.ટી. હેમાણી, ડો. ડી.કે.શાહ, ડો. સુનિલ કારીઆ, ડો. પ્રકાશ મોઢા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. સી.આર. બાલધા, સંઘચાલક રાજકોટ મહાનગર આર.એસ.એસ. ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. કિર્તીભાઈ પટેલ ડો. રાજેશ તેલી, ડો. વસંત સાપોવાડીયા, ડો. દિલીપભાઈ પટેલ, ડો. ભાવેશ સચદે, ડો. કિરીટ દેવાણી, ડો. યજ્ઞેશ પોપટ, ડો. પિયુષ ઉનડકટ, ડો. દિપેશ ભાલાણી, ડો.પારસ ડી. શાહ, ડો. અમિત અગ્રાવત, ડો. અતુલ હિરાણી, ડો. યોગેશ રાયચૂરા, ડો. હિમાંશુ ઠકકર, ડો.ચેતન લાલસેતા, ડો. તેજસ કરમટા, ડો. રશ્મી ઉપાધ્યાય, રાજકોટ મેડીકલ કોલેજના ડિન ડો. ગૌરવી ધ્રુવ, રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનિષ મહેતા, આઈ.એમ.એ. લેડીઝ વિંગના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ડો. સ્વાતીબેન પાપેટ, જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયા સહિત તબીબી અગ્રણીઓએ ડો.મયંક ઠકકરને શુભેચ્છા પાઠવી છે. આઈ.એમ.એ.ના મિડિયા ડો.ઓડિનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.