કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુકત થયેલા હાર્દિક પટેલ ઉપર આગેવાનો મારો ચલાવતા ભાજપ અગ્રણીઓ
હાર્દિક પટેલની કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુકિત બદલ ભાજપ દ્વારા આકરી પ્રતિક્રિયાઓ વ્યકત કરવામાં આવી હતી.
હાર્દિક પટેલને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ તેણે જે વાતો કરી તેના અનુસંધાને ભાજપનાં પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ નાં ચેરજમેન ધનસુખભાઈ ભંડેરીએ આકરી પ્રતિક્રિયાઓ વ્યકત કરી હતી. જેમાં કોંગ્રેસની ડૂબતી નાવડીને દગાખોર હાર્દિક બચાવી નહી શકે. ગુજરાત કોંગ્રેસ આમ પણ પહેલેથી જ રાષ્ટ્રીય કોંગ્રેસની જેમ કોમામાં જ છે માર્ગ ભટકેલી અને દિશાવિહીન કોંગ્રેસે સમાજને ગેરમાર્ગે દોરનારા દિશાવિહીન હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ બનાવી પોતાના જ પંજા પર કુહાડી મારી છે. હાર્દિકની એકપણ વાત પર હવે કોઈપણ વ્યક્તિને જરાપણ વિશ્વાસ નથી.
વિધાનસભા ચૂંટણીઓની આઠેઆઠ બેઠક જીતવાનો અને ૨૦૨૨માં સરકાર બનાવવાનો તેનો દાવો એ તેની છોકરમત અને બાલિશતાથી વિશેષ કશું જ નથી.
આરોગ્ય શિક્ષણ મહિલા સુરક્ષા ભ્રષ્ટાચાર બેરોજગારીના મુદ્દા સામે અવાજ ઉઠાવવાની ખેડૂતો વિદ્યાર્થીઓના પ્રશ્ને લડત ચલાવવાની ખાસ કરીને બહેનો-દીકરીઓની સલામતીની વાત કરનારા હાર્દિક પટેલનું ચરિત્ર અને ચારિત્ર્ય સંપૂર્ણપણે ખરડાયેલું છે. જેણે અનામત આંદોલનનાં નામે સમગ્ર પાટીદાર સમાજને ગેરમાર્ગે દોર્યો છે જેણે પાટીદાર યુવાનોને મોતનાં મુખમાં ધકેલ્યા છે જેણે પાટીદાર અગ્રણીઓને આંદોલનને નામે ખંખેર્યા છે અને એવા આક્ષેપ કર્યા છે એ હાર્દિક પટેલ હવે પોતાના પાટીદાર સમાજને છેતર્યા બાદ સમગ્ર સમાજને છેતરે ધરાવતો એક છવ્વીસ વર્ષનો છોકરો હાર્દિક જેની પર ચાલીસ જેટલા કેસ છે એ હવે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કરશે આ વાત જ ગળે ઉતરતી નથી. ભંડેરી-ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલ કોંગ્રેસનો જ એજન્ટ છે. હાર્દિક પટેલ અત્યારે જામીન પર તેની વિરૂધ્ધ ઇન્ડિયન પિનલ કોર્ડની કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭ અને ૪૩૫ હેઠળ ગુનાઓ નોંધાયા છે. વગેરે જેવા અનેક આક્ષેપો તેમજ પ્રતિક્રિયાઓના ઉલ્લેખનો સમાવેશ થયો છે.