માનતા પૂર્ણ થાય તે પૂર્વે માતાના ધામે દિકરો સિધાવ્યો
રાજકોટનો બાવાજી પરિવાર પુત્રની માનતા કરવા જતી વેળા સર્જાયો અકસ્માત: છ ઘવાયા
ઉપલેટા પોરબંદર ધોરી માર્ગ પર આવેલા ટોલટેકસ પાસે કાર ડિવાઇડર સાથે અથડાયને પલ્ટી જતા દોઢ-માસના બાળકનું માત-પિતાની નજર સામે મોત નિપજતા રાજકોટના બાવાજી પરિવારમા: અરેરાટી મચી ગઇ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના યુનિ. રોડ નજીક ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા ભરતભાઇ જુગલભાઇ દેશાણી પરિવાર સાથે દોઢ માસના પુત્ર ષંગની કૃતિયાણા નજીક માતાજીના મંદિરે માનતા ઉતારવા કાર લઇ જઇ રહ્યા હતા. ત્યારે ઉપલેટા નજીક ટોલ ટેકસ પાસેથી પ્રસાર થઇ રહ્યા હતા ત્યારે અન્ય વાહન ચાલકે કારની સાઇડ કાપતા ચાલક ભરતભાઇ ગભરાય જતા કાર ડિવાઇડર સાથે અથડાયને પલ્ટી ગઇ હતી.
સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ધવાયેલા ષંગ ભરતભાઇ દેશાણી નામના બાળકનું મોત નિપજયું હતી. જયારે ભરતભાઇ જુગલભાઇ દેશાણી, અને તેના પત્નિ નમ્રતાબેન દેશાણી, ડેનીશ દેશાણી, હાદિર્ક દેશાણી અને શ્રેતાબેન સહિત પાંચને ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવમાં ઉપલેટા પોલીસ મથકના સ્ટાફે કાગળો કરી પ્રાથમિક તપાશમાં દેશાણી પરિવાર દોઢ-માસના પુત્રની માનતા પૂર્ણ કરે તે પૂર્વ બાળકે અનંત ની વાટ પકડતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ.