પી.પી. સ્વામિના અનુગામી આચાર્ય તરીકે સ્વામિ જીતેન્દ્રપ્રિયદાસ સંસ્થા દ્વારા કરાયી નિમણુંક
દેશભરમાં ૨૫૦ વધારે મંદિરો ગુરૂકુળો સ્કુલો, કોલેજો, હોસ્પિટલ, સહિતની અબજો રૂાની સંપતિ ધરાવતા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણીનગરનાં નવા ઉતરાધિકારી તરીકે શાસ્ત્રી સ્વામિ જીતેન્દ્ર પ્રિયદાસજીની વરણી કરવામાં આવી છે. સંસ્થાના વર્તમાન આચાર્ય પુરૂષોતમપ્રિયદાસ સ્વામિની કોરોનાના કારણે સ્થિતિ અતિ ગંભીર બનતા સંસ્થા દ્વારા ગઈકાલે નવા આચાર્યની વરણી કરવામાં આવી છે. પી.પી. સ્વામીના નામે જાણીતા પુરૂષોતમપ્રિયદાસ સ્વામીનો કોરોના થયા બાદ તેમની હાલત સતત બગડતીજાય છે. તેમની સારવાર માટે મુંબઈથી પ્રખ્યાત ડોકટરોની ટીમને સારવારમાટે બોલાવવામાં આવી છે.
જેને લઈને સંસ્થાના સંત પાર્ષદ બંધારણના નિયમો મુજબ મણીનગર ગાદી સંસ્થાનના અનુયાયીઓ દ્વારા સ્વામિ શસ્ત્રી જીતેન્દ્રપ્રિયદાસની નવા આચાર્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. પી.પી. સ્વામીના સ્થાને હવે જીતેન્દ્રપ્રિયદાસ સ્વામી સંસ્થાનો તમામ સંપતિઓને વહીવટ સંભાળી શકશે. અત્રે ઉલ્લખેખનીય છે કે મણીનગર સંપ્રદાયના સ્થાપક સ્વામી મુકત જીવન દાસજી તેમના અનુયાયી તરીકે પી.પી. સ્વામિની નિમણુંક કરી હતી. પરંતુ પી.પી. સ્વામીએ તેમના અનુગામીની નિમણુંક કરીન હોય અનુયાયીઓ દ્વારા સ્વામિ જીતેન્દ્રપ્રિય દાસની નવ આચાર્ય તરીકે નિમણુંક કરી છે.