માણાવદર તાલુકા ના બાંટવા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા દિલીપભાઇ જગમાલભાઇ હુંબલ ના બેન્ક ખાતામાં ૧૦૮૦૦ ની રકમ કોઇ દ્રારા જમા થઇ ગઇ હતી ત્યારે દિલીપભાઇ હુંબલ એ માણાવદર બેન્ક ઓફ ઇન્ડિયા શાખાનો સંપર્ક કરીને આ બાબતે જાણ કરી હતી ત્યારે આ પૈસા ઉના ના મોહમ્મદભાઇ કાદરીના હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે દિલીપભાઇ એ આ રકમ ચેક દ્રારા પરત કરેલ હતી ત્યારે આ બાંટવા એસટી ડેપોના ડ્રાઈવર ની પ્રામાણિકતા ની બેન્ક મેનેજર હિમાંશુભાઇ પરમારે પણ બિરદાવી હતી દિલીપભાઇ ના પિતા માણાવદર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પણ સેવા કરી રહયા છે
બાંટવા એસટી ડ્રાઇવરની પ્રમાણિકતા: ભૂલથી ખાતામાં જમા થયેલી રકમ મૂળ માલિકને પરત કરી
Previous Articleહળવદના ચરાડવા ગામે ગાયનું ભેદી મોત
Next Article કેશોદમાં સ્વૈચ્છિક લોકડાઉનની તાતી જરૂર