અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા પોઝિટિવ
કુલી ફિલ્મ સમયે મહાનાયક પ્રત્યે ઉઠેલી લોકોની હમદર્દી જેવો માહોલ: ઠેર-ઠેરથી પ્રાર્થના: રેખા ઉપર પણ જોખમ
બચ્ચન પરિવાર ઉપર કોરોના વાયરસનો સકંજો કસાયો છે. પ્રારંભે જ અમિતાભનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કુલી ફિલ્મ સમયે અમિતાભ બચ્ચન અકસ્માતનો ભોગ બન્યા હતા. તે સમયે અમિતાભની સુરક્ષા માટે લાખો લોકોએ પ્રાર્થનાઓ કરી હતી. તે સમયે જેવો માહોલ જોવા મળ્યો હતો તેવો માહોલ અત્યારે પણ જોવા મળી રહ્યો છે.
માતા-પુત્રીના એકસાથે રોગના લક્ષણો દેખાતાં તેમને હોમ કોરોનટાઇન કરતા હોવાનું બીએમસીની યાદીમાં જણાવ્યું હતું. જયારે અમિતાભના અભિનંત્રી પત્નિ જયા બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને પરિવારના સભ્યોનો રિર્પોટ નેગેટીવ આવ્યો હતો.
મ્યુ.કોર્પોરેશને જણાવ્યુ હતું કે તેમના પરિવારમાં અભિષેક ડલીંગના કામે બહાર ગયા હતા. અભિતાભ (૭૭)અને અભિષેક (૪૪)ની હાલત નાંણા વટી હોસ્ટિલમાં સ્થિર બતાવાય રહી છે. શનિવારે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. નાણાવટી હોસ્પિટઠલના ક્રિટીકલકેર યુનિટના હેડ ડો. અબ્દુલ સુમદ અન્સારીએ જણાવ્યુ હતુ કે તેમની સારવાર સારી રીતે અને તબિયત સુધારા પર છે.
વરિષ્ઠ અદાકારની તબિયત સ્થિર છે તેમના લક્ષણો સામાન્ય છે. તેમની દવા અને પ્રતિકારક શક્તિ સારી રીતે કામ કરે છે. અભિષેકની બાબતમાં પણ એવું જ છે. અમિતાભને કોવિડ-૧૯ના લક્ષણના પાંચ દિવસે રિર્પોટ આવ્યો હતો અને ૧૦-૧૨ દિવસે મહતમ અસર જોવા મળી હતી. દરેકમાં આવુ નથી થતું કાઇકને સામાન્ય લક્ષણ જોવા મળે છે કમિશ્ર્નર સુરેશ કકાણીએ જણાવ્યુ હતુ કે અમિતાભની પ્રાણવાયુ લેવાની ટકાવાડી ૯૫% છે જે સામાન્ય ગણાય.
કોર્પોરેશને અમિતાભ પરિવારના આરેય બંગ્લાઓ જુહુમાં, જનક, જલસા, પ્રતિક્ષા અને યત્સ આગળ બેનર લગાવછીને કોરોનટાઇન ઝોન જાહેર કર્યા છે. ઐશ્વર્યા અને આરાધ્યાને જલસામાં આઇશોલેટ કર્યો હોવાનુ રવિવારે ટવીટ્ર કરીને અભિષકે જણાવ્યુ હતું. તેમણે લખ્યુ હતુ કે ઐશ્વર્યા અને આરાધ્યાને કોવિડ-૧૯નો પોઝેટીવ રિર્પોટ આવ્યો છે. બીએમસી જરૂરી કાર્યવાહી કરે છે. બાકીના પરિવાર જનોમાં માતાનો રિર્પોટ નેગેટીવ આવ્યો છે. કોર્પોરેશનની ચાર ટીમો સને ૨૦ સ્ટાફ બંગ્લાઓને સેનીટાઇઝેશન અને તમામની તપાસ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ૨૮ સંક્રમિત સંપર્ક અને બંગ્લાના કર્મચારીઓનું પરિક્ષણ અને નમુના લેવામાં આવ્યા છે. બંગ્લાના ૨૮ કર્મચારીઓને જનક કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. આ બંગ્લો બચ્ચન પરિવાર ઓફિસ તરીકે ઉપયોગ કરે છે. પુરતી જગ્યા હોવાથી જનકમાં બધાને કોરોનટાઇન કરવામાં આવ્યા છે.
નવા ૨૯,૦૦૦ કેસ સાથે એક્ટિવ દર્દીઓની સંખ્યા ૩ લાખ ઉપર
ભારતમાં કોવિડ-૧૯ના સક્રિય કેસોની સંખ્યા રવિવારે ૩ લાખનો આંકડો પાર કરી ગઇ હતી. અને નવા કેસોના આંકડાએ વધુ અને નવું કિર્તિમાન સ્થાપ્યુ હતુ. પ્રથમ વખત નવા કેસોનો આંક ૨૯,૮૬૦ને આંબી ગયો હતો. બે દિવસમાં ૫૦૦ કેસનો ઉમેરો થતા મૃત્યુ છતાં મુૃત્યુઆ કમાં ક્રમશ: ઘટાડા સાથે ૪૯૨ મૃત્યુઆંક નોંધાયો હતો. દેશમાં અત્યારે કોવિડ-૧૯ના દર્દીઓને વધુમાં વધુ સાજા કરવા તરફ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. ૪થી જૂને રીકવરીની સંખ્યા ૧ લાખ હતી અગાઉના ૨ લાખ ૨૩ હજાર બાદ ૧૫ દિવસમાં દર્દીઓના સાજા
થવાનો આંક ૩ લાખે પહોંચ્યો છે. રવિવારે ભારતમાં ૨૯૨૭૧ નવા કેસો સાથે એક દિવસમાં વધુ કેસ નોંધાવવાનો સતત પાંચમો દિવસ નોંધાયો હતો. આ સાથે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૮૪૯૦૬૦ બે દિવસમાં પહોંચી હતી. ૮ લાખનો આંકડો પાર થયા બાદ દેશભરના રાજયોમાંથી સરકારે આંકડા એકત્રિક કરવાનુ નકકી કર્યુ હતું. જેમા સક્રિય કેસોની સંખ્યા ૩૦૨૪૬૬ નોંધાઇ હતી. જયારે ચેપગ્રસ્ત થયા બાદ સારવાર બાદ ૫.૫૩ લાખ લોકોને સાથ કરવામાં આવ્યા હતા.