વોરન બફેટથી પણ આગળ નીકળતા મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ વિશ્વના અમીરો વોરન બફેટ, ગૂગલના કેરી પેજ ને સર્જ બ્રિનને પાછળ રાખી દીધા: અંબાણીની સંપતિ ૭૦ બિલિયન ડોલરથી વધી ગઈ
સંપતિના મામલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વિશ્ર્વના સૌથી સફળ રોકાણકાર વોરન બફેને પણ પાછળ રાખી આગળ વધી ગયા છે. વર્કશાયરના ફાઉન્ડર વોરન બફેને દુનિયાના સૌથી સફળ અને મોટા રોકાણકાર માનવામાં આવે છે. ૨૦૦૮માં વોરન બફે દુનિયાના સૌથી નઅમીરથ બન્યા હતા અને ત્યારબાદ લાંબા સમય સુધી ટોચના પ્રથમ ત્રણમાં રહ્યા હતા. ફોર્બ્સના જણાવ્યા મુજબ મુકેશ અંબાણીની સંપત્તિ ૭૦ બિલીયન ડોલરથી વધી ગઈ છે. ફોર્બ્સ ઈન્ડિયાના જણાવ્યામુજબ મુકેશ અંબાણી વિશ્વના સાતમાં નંબરનાં નઅમીરથ ઉદ્યોગપતિ છે. મુકેશ અંબાણીએ વર્કશાયર હેથવેના વોરન બફે, ગૂગલના કેરીપેજ તથા સર્જ બ્રિજને પાછળ રાખી દીધા છે.
વિશ્ર્વના ટોચના ૧૦ અમીરોમાં મુકેશ અંબાણી એક માત્ર એશિયન છે. તમને એ જણાવીએ કે ફોર્બ્સનું રીયલ ટાઈમ બિલીયોનર રેન્કીંગ દર મિનિટે અપડેટ થતું રહે છે. જેમાં અબજો પતિની સંપતીની સમીક્ષા તેમની કંપની કે શેરની કિંમતના આધારે નકકી કરવામાં આવે છે. એટલે જ આ અબજો પતિઓની સંપતિમાં સતત ચડાવ ઉતાર આવ્યે જ રાખતો હોય છે અને તેમનો ક્રમાંક ચડતો કે ઉતરતો રહે છે.
મુકેશ અંબાણીની આગળ કોણ?
અબજોપતિઓની સૂચિમાં સૌથી ટોચ પર એટલે કે નંબર એક ઉપર એમેઝોનના ફાઉન્ડર જૈફ બેજોસ છે તો માઈક્રોસોફટના બિલગેટસ બીજા નંબરે છે. બનાર્ડ ઓર્નોલ્ટ પરિવાર ત્રીજા નંબરે છે. આ ઉપરાંત ફેસબૂકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ ચોથા નંબરે અને સ્ટીવ બોલ્મર પાંચમાં નંબરે અને લૈરી એલિસન છઠ્ઠા નંબરે છે.
‘જીયો’એ કરાવ્યો ફાયદો
તમને એ જણાવીએ કે મુકેશ અંબાણીની સંપતિમાં સતત વધારાનું કારણ રિલાયન્સ જિયો છે. હકીકતમાં રિલાયન્સ જિયોના વૈશ્ર્વિક સ્તરે ૧ લાખ કરોડથી વધુ રોકાણ મળી ચૂકયું છે. જિયોના કારણે જ રિલાયન્સ દેવામૂકત થઈ શકયું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ પણ રૂા.૧૮૫૦ની વિક્રમી સમાટીએ પહોચી ગયો છે. તાજેતરમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ ૧૨ લાખ કરોડથી પણ વધી ગઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની એક માત્ર એવી કંપનીક છે. જેણે આ સિધ્ધિ હાંસલ કરી છે.