રાજકોટમાં વર્ષો જુની રાજકોટ મહાજન પાંજરાપોળ કે જે ૩૦૦૦ ઉપરાંત જીવોને સાચવે છે, નિભાવે છે તેમજ બહારથી આવતા ગમે તે પ્રાણી તથા જીવોનો નિભાવ કરી તે જીવોની પ્રસંશનીય અને અનુકરણીય જાળવણી કરે છે અને મુંગા ઢોરનું જતન કરે છે.
આવી પાંજરાપોળોને પ્રોત્સાહીત કરવાની ગુજરાત સરકારની યોજના હેઠળ રાજકોટ જીલ્લાના પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના અઘ્યક્ષ અને રાજકોટ જિલ્લા કલેકટર રૈમ્યા મોહન અને સમિતીના સભ્ય અને જૈન અગ્રણી ચંદ્રકાંતભાઇ શેઠ, મિતલભાઇ ખેતાણી, પ્રતિકભાઇ સંઘાણીના હસ્તે રાજકોટ મહાજન પાંજરાપોળ વતી ટ્રસ્ટીઓ બકુલભાઇ રૂપાણી, મુકેશભાઇ બાટવીયા વિગેરેને ૧૦ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગૌશાળાના રમેશભાઇ ઠકકર વિગેરે ઉપસ્થિત રહેલા હતા.