‘અનલોક-૨’માં પણ દવાબારી, કેશબાર, મેડિસીન, ઓથો સહિતના વિભાગ સુમસામ
લોકોમાં જાગૃતી આવતા દર્દીની ખબર અંતર પૂછવાનુ ટાળયુ: ડોકટર અથવા દર્દીથી સંક્રમિત થશે તેવા ડરથી આરોગ્ય કેન્દ્રમાં સારવાર મેળવાનુ શરૂ કર્યુ
કોરોના મુકત થવાની અણીએ પહોચી ગયેલુ રાજકોટ હવે કોરોનાગ્રસ્ત બની ગયુ હોય તેવી રીતે દરરોજ કેસમાં તોલિંગ વધારો થઇ જતા આરોગ્ય તંત્રને કયા દોડવુ તેની મુઝવણમાં મુકાઇ ગયુ છે. ઋતુજન્ય રોગચાળા સમયે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને દર્દીના મુલાકાતીઓ જાણે ઉભરાતા હોય છે. પરતુ કોરોનાના ડર કારણે જુની બિલ્ડીંગમાં ઓપીડી વિભાગમાં દર્દીઓની સખ્યામાં ઘટાડો નોંધાયો છે. હાલ (અનલોક-૨)માં પણ દવાબારી અને કેશબાર પર કાગડા ઉડતા જોવા મળે છે. જેના કારણે એકસ-રે રેડપોલોજી વિભાગ, એમ.આર.આઇની સંખ્યા પણ ઘટી ગઇ છે.
રાજકોટમાં કોરોનાએ કેર મચાવ્યો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે કેસો અને મૃત્યુદરની દ્રષ્ટીએ સોરાષ્ટ્રીમાં બીજા કમે આવી ગાયુ છે. આ સંજોગોમાં લોકોમાં કોરોનાનો ભય ફેલાયો છે. પરિણામે એવી સ્થિતિ સર્જાઇ છે કે સૌરાષ્ટ્રની પાટનગર ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ‘અનલોક-૨’માં પણ દવાબાર, કેશબારીમાં કાગડા ઉડતા જોવા મળે છે. ચોમાસાના ઋતુજન્ય રોગચાળામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગ દર્દીઓ, કેશબારીમાં કેસ કઢાવવા લાઇનો લાગતી હતી. દરરોજ ૩૫૦૦થી ૪૦૦૦ દર્દીઓનું ચેકઅપ કરવામાં આવતુ હતું. પરંતુ હાલ કોરોના વાઇસનુ સંક્રમણ થશે તેવા ડરથી માત્ર ૧૦૦૦થી ૧૫૦૦ દર્દીઓ જ ઓપીડીમાં જોવા મળે છે. સૌરાષ્ટ્રમાંથી બહાર ગામ અને ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા દર્દીઓએ સિવિલમાં આવવાનુ ટાળ્યુ છે. પ્રાથમિક સારવાર આરોગ્ય કેન્દ્રમાં મેળવવાનું શરૂ કર્યુ છે. સૌરાષ્ટ્રમાં વઘતા જતા કોરોનાના કેસો સામે અને કોરોનાના ડરના કારણે સિવિલમાં જવા માટે દર્દીઓ ડર અનુભવી રહ્યા છે.
સિવિલ કેમ્પસમાં આવેલી પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગનો કોવિડ-૧૯ તરીકે જાહેર કરાઇ છે. હાલ પાંચ માળની બિલ્ડીંગમાં કોરોના ગ્રસ્ત દર્દીની સગાની ચહલ-પહલ વધી છે. હાલ કોરોનાના કારણે સિવિલ હોસ્પિટલની આખી સ્થિત બદલાઇ છે. કારણ કે ઘણા દર્દીઓને એમ થાય છે કે સિવિલમાં જવાથી કોરોનાનો ચેપ લાગશે. અથવા કોરોના સંક્રમીત ડોકટરનો ચેપ લાગશે તેવા ભયથી સૌરાષ્ટ્રના ગ્રામ્ય જિલ્લામાંથી આવતા દર્દીઓ અત્યારે આવતા નથી. લોકો સ્થાીનક દવાખાના ડોકટરનો સહારો લઇને કામ ચલાવી રહ્યા છે. અત્યારે લઇને કામ ચલાવી રહ્યા છે. અત્યારે તો ઇમરજન્સી કેસો સિવાય બધા દર્દીઓ જિલ્લા-તાલુકા, આરોગ્ય કેન્દ્રમાં સારવાર મેળવી રહ્યા છે.
આ ઉપરાત ઓથોપેડીક ઓપરેશન પણ થાય છે. હવે ઓર્થોપેડીક જ નહી, સર્જીકલ સહિતના અન્ય વિભાગમાં જ આ દશા છે. ઓપીડી દર્દીઓની સખ્યામાં ઘટડો થતા એકસરે એમ.આર.આઇ., રેડપોલોજી વિભાગ પણ ઘણ વખત સુમસામ જોવા મળે છે. ઘણી વખત ૪૦થી ૬૦ વર્ષ સુધીના દર્દીની રોગપ્રતીકારક શકિત ઓછી હોવાથી અને ડાયાબીટીસ તથા બીપીની સહિતની બિમારી ઘરાવતા દર્દીઓ બે-બે મહિનાની દવા લખાવી લે છે. અત્યારે ઘડિયાળના કાંટા ઉધા ફરતા હોય તેમ છે. પરિસ્થિત એવી સર્જાઇ છે કે લોકો દર્દીઓની ખબર અંતર પૂછવા સિવિલ હોસ્પિટલ આવતા ડર અનુભવે છે.