૮ સ્ટેટ હાઈ-વે અને ૧૯ પંચાયતના રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ કરાયા બાદ હજુ વાહન વ્યવહાર શરૂ થયો નથી
ચાલુ સપ્તાહે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં પડેલા અતિભારે વરસાદના કારણે રાજમાર્ગોને ભારે નુકશાની પહોંચી છે. છેલ્લા ચાર દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં હજુ રાજકોટ સહિત પાંચ જિલ્લાઓના ૨૭ રસ્તાઓ પર વાહન વ્યવહાર શરૂ થઈ શક્યો નથી.
રાજકોટ જિલ્લામાં આજની તારીખે ગ્રામ પંચાયત હસ્તકનો એક રોડ બંધ છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩ સ્ટેટ હાઈવે અને એક પંચાયતનો રોડ, જામનગર જિલ્લામાં ૨ સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના ૭ રોડ, જૂનાગઢ જિલ્લામાં ૧ સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના ૪ રોડ, પોરબંદર જિલ્લામાં સ્ટેટ હાઈવેના ૨ રોડ અને પંચાયત હસ્તકના ૬ રાજમાર્ગો સહિત સૌરાષ્ટ્રના ૫ જિલ્લાઓમાં આજની તારીખે હજુ ૨૭ રોડ બંધ છે.