સ્માર્ટફોનયુઝરને સૌથી મોટુ ટેન્શન એ જ રહે છે. કે તેની બેટરી ખતમ ન થઇ જાય તે માટે કેટલાક લોકો પોતાની સાથે જ ચાર્જર લઇને ફરતા હોય છે તો કેટલાક લોકો power bank લઇને ફરતા હોય છે. અત્યાર સુધી પાવરબેંકને માત્ર ઇલેક્ટ્રીકસીટીથી ચાર્જ કરતા હતા. જો તમે સ્માર્ટફોનને પાવરબેંકની મદદથી ચાર્જ કરો છો
હવે UIMI ટેકનોલોજીએ સુર્યપ્રકાશથી ચાલતી UIMI U3મીની નામની પાવર બેંક રજુ કરી છે. જેને ઇલેક્ટ્રીસીટી સિવાય સૂર્યપ્રકાશ દ્વારા ચાર્જ કરી શકાશે. અને આ પાવરબેંક વોટરપ્રુફ, ડસ્ટપ્રુફ જેવી અન્ય ખૂબીઓથી સજ્જ છે. જેની કિંમત ૫૯૯ રૂપિયા રાખવામાં આવી છે. ઉપરાંત તેમાં ટોર્ચ પેનલ પણ છે. અને માત્ર ૧૫૦ ગ્રામ વજન ધરાવતી આ પાવરબેંક હળવી, નાની અને એકદમ પાતળી છે. જેને ઘણી જ સરળતાથી જ્યાં ઇચ્છો ત્યાં લઇ જઇ શકો છો. તેમજ આ પાવરબેંકની ક્ષમતા 4000 MAH છે અને આ પાવરબેંક ઓવરહિટીંગ કર્યા વગર કોઇપણ ફોનને ૧થી ૨ વખત ચાર્જ કરવામાં સક્ષમ રહે છે.