નડ્ડાની ટીમમાં મોટાભાગના પદાધિકારીઓ યથાવત રહેશે: ચોથા ભાગના નવા ચહેરાઓને રાષ્ટ્રીય સંગઠ્ઠનમાં સ્થાન અપાશે
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષપદે જે.પી. નડ્ડાની વરણી બાદ રાષ્ટ્રીય સંગઠ્ઠનમાં હોદેદારોની નિમણુંકને કોરોનાના કારણે ધોંચમાં પડી હતી. હવે અનલોક-રમાં દેશભરમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે. ત્યારે વિવિધ સ્તરે રાજકીય પ્રવૃતિઓ પણ ધીમે ધીમે શરુ થઇ રહી છે. ત્યારે ભાજપે હાઇકમાન્ડે રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાને સંગઠનમાં મદદરૂપ થાય તેવા દેશભરના અનુભવી, વિશ્વાસુ અને કાબેલ આગેવાનોની યાદી તૈયાર કરી છે. આ આગેવાનોને સંગઠ્ઠનની વિવિધ જવાબદારી સોંપવામાં આવનારી છે. રાજયસભાના સાંસદ અનિલ બાલુનીએ સંગઠ્ઠનમાં સેવા આપવાની તૈયારી દર્શાવતા તેમને ભાજપના કેન્દ્રીય મીડિયાનો હવાલો સોંપાશે તેમે સૂત્રોએ જણાવ્યું છે.
ભાજપના કેન્દ્ર સ્તરના સંગઠ્ઠન માટે અને રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાની મદદરુપ થાય તેવા નેતાઓની યાદી ટુંક સમયમાં જ બહાર પાડશે જો કે આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીમના કેન્દ્રીય મંત્રીઓને સંગઠ્ઠનમાં સામેલ નહી કરાય તેમ પણ પક્ષના આંતરીકા સુત્રોએ જણાવ્યું હતું. ભુતકાળની જેમ જ પડતાં મુકાયેલા કેટલાક કેન્દ્રીય મંત્રીઓને આ નવા સંગઠ્ઠનમાં સામેલ કરવામાં આવશે ભાજપ પક્ષનું સંગઠ્ઠન અને કાર્યક્ષમતા વધારવા માટે પાર્ટીના કાબેલ કાર્યકરોની એક નવી ટીમ ઉભી કરાશે. એક ભાજપના વરિષ્ઠ અગ્રણીએ જણાવ્યું છે કે પક્ષમાં કાબેલ, સક્ષમ લોકોની પુરતી સંખ્યા છે કે જે પક્ષની વરિષ્ઠ જવાદબારીઓ સંભાળી શકે તેમાથી કેટલાક કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડાની ટીમમાં સામેલ થઇ શકે છે? તેવા પક્ષના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે નવા સંગઠ્ઠન માટેની યાદી રાજયસ્તરના એકમો સલાહકારો અને સંઘના વરિષ્ઠ નેતાઓ સાથેની ચર્ચા બાદ તૈયાર કરવામાં આવી છે.
વષ ૨૦૧૪માં મંત્રીઓની કેન્દ્રીય સ્તરની સમિતિઓમાં કોઇપણ કાર્યા અનુભવ વગરના નેતાઓને સામેલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી અનુભવી વ્યકિતઓની પસંદગીના આધારે કેટલાક મહિનાઓ પછી મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૯ થી અગાઉની ટીમ જ બહાલ કરવામાં આવી હતી. ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી સરકારમાં વરિષ્ઠ ખાતાઓમાં અમિત શાહ, એસ જયશંકર સહિતના /નયોને વિશિષ્ટ રણનીતીના ભાગરુપે સામેલ કરવામાં આવ્યા હતા. જો કે મંત્રીઓની કેન્દ્રીય પરિષદમાં અપેક્ષિત ફેર બદલીની શકયતા જોવાઇ રહી છે. જયોતિરાદિત્ય સિંધિયા કેન્દ્રી પ્રધાન બનવાની રાહ જોઇ રહ્યા છે. ત્યારે કેટલાક પ્રધાનો પાસે અનેક મંત્રાલયના વધારોનો ચાર્જ છે. તેમાંથી કેટલાક હવાલા પાર્ટીનો અન્ય સાંસંદોને સોપીને પક્ષનુ સંગઠન અને સરકારની કાર્યક્ષકતા વધુ વિસ્તૃત કરી શકાય છે.
હાલ મોદી સરકારમાં પિયુષ ગોએલ વેપાર અને રેલ્વે પ્રકાશ જાવેડકર (માહિતી પ્રસારણ) (પર્યાવરણ, ઉદ્યોગો) હરદિપસિંહ પુર (આવાસ, શહેરી વિકાસ) અને નાગરિક ઉનયન જેવા મંત્રીઓના એકથી વધુ ખાતાઓની જવાલદારીના ઉદાહરણ ગણી શકાય.
ભાજપે અગાઉ માર્ચના અંતમાં નવરાત્રી દરમિયાન કેન્દ્રિય પદાધિકારીઓને ભાજપ કારોબારીના નવ સભ્યોની નામાવલી બાહર પાડવાની યોજના બનાવી હતી પરંતુ, કોવિડ-૧૯ લોકડાઉનના કારણે તેમા વિલંપ થયો હતો. જેપી નડ્ડાએ ગત ૨૦ની ન્યુ ખાસ એ ભાજપ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતોફ
કોરોના કટોકટીની પગલે સોશ્યલ ડિસન્ટસના નિયમો ને કારણે પદાધિકારીની પ્રથમ બેઠક યોજવા સસામે પણ પ્રશ્ર્ન હતો વિડિયો કોન્ફરન્સીંગ દ્વારા આવી મહત્વની મિટીગ યોજવી અજુગતિ લાગતી હતી. પરંતુ હવે તે શકય બનશે તેમ ભાજપના એક પરિષ્ઠ નેતાએ જણાયું હતુંફ ભાજપના ટોચના નેતાઓની જવાબદારીઓની ફાળવણીની જરૂરિયાત જોઇએ તો ભારત ઉપ રાષ્ટ્ર પતિ તરીકે જોઇએ તો એમ વૈકેયા નાયડુનુ પ્રમોશન સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી અને અનંત કુમારના નિદાનને પગલે ભાજપ સંસદીય બોર્ડમાં વરિષ્ઠ નેતાઓની ચાર જગ્યાઓ ખાલી પડી છે. પક્ષના આંતરિક અભિગમ ન મળતા અણસાર મુજબ નવી ટીમમાં સાત્ત્વ અને નેતાગીરી સાથે કોઇ ઘરસમ ફેરફાર જોવા નહી મળે ટીમમાં માત્ર ચોથા ભાગના જેટલુ જ નવી શહેરઓનો સમાવેશ કરવામાં આવશે.
કેન્દ્રિ પદાધિકારીઓની યાદીમાં કેટલીક જગ્યાઓ જે ખાલી છે તે ભરવામાં આવશે અને કેટલાક પદાધિકારી ઓની ભૂમિકાની સ્થિતિમાં ફેરફાર કરવામાં આવશે રાજયસભનાં સાંસદ અનિલ બાબુનીએ અન્ય જવાબદારીઓ નિભાવવાની ઈચ્છા વ્યકત કરી હોવાથી ભાજપ પાસે મિડિયા વિભાગના નવા નેતૃત્વની સંભાવના ઉભી થઈ છે. પક્ષના કેટલાક આંતરિક સંગઠન અને મોરચામાં પણ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવશે હિમાચલ પ્રદેશના પ્રદેશ પ્રમુખ રાજુબિંદલનું પીપીઈ કીટના કૌભાંડમાં રાજીનામું અપાયા બાદ તેમને નવી જવાબદારી માટેની જાહેરાત આગામી દિવસોમાં થાય તેવી શકયતા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ઓગષ્ટ ૨૦૧૬ થી જીતુભાઈ વાઘાણી જવાબદારી નિભાવી રહ્યા છે. તેમનો અનુગામી પણ ટુંક સમયમાં જાહેર થાય તેવું દેખાય રહ્યું છે.