કોલેજના લીલી હાઉસમાં દીપડો ઘુસી જતા વન વિભાગના અધિકારીઓ દોડી ગયા

પોરબંદરની આર.ટી. કોલેજમાં દીપડો ઘૂસી જતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આર.ળ.ટી. ના લીલી હાઉસમાં આ દીપડો ઘૂસી ગયો છે. આ અંગેની જાણ થતાં વનવીભાગના અધીકારીઓ દોડી ગયા હતા અને રેસકયુની કાર્યવાહી હાથ ધરી હતી.

પોરબંદરના બીરલા ફેકટરીના દંગા વીસ્તારમાં છેલ્લા એક માસથી દીપડાએ પડાવ નાંખ્યો  છે ત્યારે ગુરૂવારે આ દીપડો આર.ળ.ટી. કોલેજ વીસ્તારમાં ચડી આવ્યો હતો અને આ કોલેજના લીલી હાઉસમાં દીપડો અંદર ઘૂસી ગયો હતો. અહીં ફરજ બજાવતા સીકયુરીટી ગાર્ડે દીપડાને લીલી હાઉસમાં ઘૂસતા નજરે જોયો હતો અને આ અંગે વનવીભાગને જાણ કરી હતી.

પોરબંદરના આર.ટી. કોલેજના લીલી હાઉસમાં દીપડો ઘૂસી ગયાની જાણ થતાં રાઉન્ડ ફોરેસ્ટર સહીતના વનવીભાગના અધીકારીઓ અને કર્મચારીઓ દોડી ગયા હતા અને આ દીપડાને ઝડપી લેવા માટે બે પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે તેમજ રેસકયુ માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વનવીભાગના અધીકારીઓના જણાવ્યા અનુસાર દીપડાનું રેસકયુ કરવું હાલ તો કપરૂં છે કારણ કે આસપાસ રહેણાંક વીસ્તાર છે અને થોડી અમથી ચૂકને કારણે માનવ વસાહત તરફ આ દીપડો ઘૂસી જાય તો અફડાતફડી મચી જાય. આથી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ રેસકયુની કાર્યવાહી કરવામાં આવશે.

બીરલા દંગા વીસ્તારમાં આ દીપડાએ છેલ્લા ૧ માસમાં ચાર થી પણ વધુ પશુઓના મારણ કયર્ા છે. આ દીપડાના સતત આંટાફેરાને લઈને સ્થાનીકોમાં ભય જોવા મળી રહ્રાો છે. વનવીભાગે અલગ-અલગ ચાર સ્થળોએ પાંજરા મૂકવા છતાં આ દીપડો કેદ થયો નથી અને હવે આર.ળ.ટી. કોલેજમાં આ દીપડો ઘૂસી જતાં વનવીભાગની મુશ્કેલી વધી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.