‘હઠયોગી’એ વિકાસ દુબેને ધ્વસ્ત કર્યો

યુપીમાં એસપી સહિત આઠના કાઉન્ટર કરનાર ખુંખાર વિકાસ દુબે સહિત છ ઠાર

તંત્ર માટે માથાનો દુ:ખાવો બનેલા ગેંગસ્ટર વિકાસ કાનપુરની ધરતી પર પગ મુકે ત્યાં જ ઠાર કરાયો

દેશનાં લોકરક્ષક અને કાયદાનું પાલન કરાવનાર પોલીસ કર્મીઓ હરહંમેશ લોકોની સેવા અર્થે આગળ આવતા હોય છે ત્યારે અશોભનીય ઘટના જે કાનપુરમાં ઘટીત થઈ તેના મુખ્ય સુત્રધાર વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. યુપીમાં પહેલા બસપા અને સપા જયારે રાજ કરતા હતા તે સમયમાં યુપીની સ્થિતિ ખુબ જ ગંભીર જોવા મળતી હતી પરંતુ હાલ યોગી આદિત્યનાથે યુપીની કમાન સંભાળતા જ કોઈપણ ગેરરીતી આચરતા લોકો સામે ત્વરીત નિર્ણય લેવાની વૃતિથી યુપીમાં ઘણાખરા અંશે શાંતી જોવા મળી રહી છે. કાનપુરમાં કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેએ એસ.પી. સહિત ૮ જવાનોનું કાઉન્ટર કર્યું હતું. આ ઘટના ઘટતાની સાથે જ પોલીસ બેડામાં અને યુપી સરકારમાં ઘણા પ્રત્યાઘાતો પણ પડયા હતા જેને ધ્યાને લઈ તંત્ર માટે માથાનો દુખાવો બનેલા વિકાસ દુબે કાનપુર પહોંચે તે પહેલા જ તેનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશનાં ઉજજૈનથી વિકાસ દુબેને કાનપુર લઈ જતી સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ગાડી કાનપુર પોલીસ સર્કલ પાસે પલ્ટી મારી ગઈ હતી જે ગાડીમાં વિકાસ દુબેને લઈ જવામાં આવ્યો હતો. ગાડી પલ્ટી મારવાની સાથે જ વિકાસે એસટીએફનાં અધિકારી પાસેથી પિસ્તોલ છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો તે સમય દરમિયાન એસટીએફનાં જવાનોએ એન્કાઉન્ટરમાં તેને ઠાર કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ જે રીતે યુપીમાં યોગી આદિત્યનાથ પોતાની ફરજ બજાવી રહ્યા છે તેનાથી યુપીમાં જે શાંતીનો અભાવ જોવા મળતો હતો તેમાં ઘણાખરા અંશે સુધારો જોવા મળ્યો છે.

કાનપુરના આઈ.જી.મોહિત અગ્રવાલે ગેંગસ્ટરના મોતની માહિતી આપી હતી. પોલીસ પાસેથી પિસ્તોલ છીનવીને વિકાસ દુબેએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જોકે, ક્રોસ ફાયરિંગમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશની સીએમ યોગી આદિત્યાનાથે વિકાસ દુુબેના એન્કાઉન્ટર અંગે પોલીસ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી છે. કાનપુરમાં આઠ પોલીસ કર્મચારીઓની હત્યા કરનારા માસ્ટર માઇન્ડ વિકાસ દુબેની આખરે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. આ એન્કાઉન્ટરમાં કેટલાક પોલીસ જવાનોના ઘાયલ થયાના સમાચાર પણ છે. વિકાસ દુબે અને પોલીસ વચ્ચે ઘટનાસ્થળથી સાતથી આઠ કિલોમીટરના અંતરે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં વિકાસ દુબેને ગંભીર ઈજા પહોંચી હતી. કાર પલ્ટી થયા બાદ વિકાસ દુબેએ ઘાયલ પોલીસની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેણે સરેંડર કરવા માટે કહ્યું હતું. જોકે આ દરમિયાન તેણે પોલીસકર્મીઓ ઉપર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ પોલીસની ક્રોસ ફાયરિંગમાં તે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. આ દરમિયાન ભારે વરસાદને કારણે ગાડી પલ્ટી મારી હતી. અકસ્માતમાં દુબે, એક એસટીએફ સબ ઈન્સ્પેક્ટર અને બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. ત્યારબાદ દુબેએ પોલીસ અધિકારી પાસેથી પિસ્તોલ છીનવીને ફાયરિંગ કર્યું હતું.

જોકે ક્રોસ ફાયરિંગમાં તે પણ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કાનપુરમાં પોલીસ પર થયેલા ગોળીબારમાં ૮ પોલીસકર્મીઓ શહીદ થઈ ગયા હતા. આ ઘટનાના માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે છેલ્લા આઠ દિવસોથી નાસતો ફરતો હતો. જોકે ગુરુવારે તે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન કરવા જતા પકડાઈ ગયો હતો. ત્યારબાદ કાનપુર પોલીસ વિકાસ દુબેને લઈને કાનપુર જવા માટે રવાના થઈ હતી.

જ્યાં શુક્રવારે સવારે ભારે વરસાદને કારણે તેમના કોન્વોયની ગાડીને અકસ્માત નડ્યો હતો. કાનપુર શૂટઆઉટના મુખ્ય સૂત્રધાર વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. બુધવારે મોડીરાતે વિકાસ દુબેના સાથી પ્રભાત મિશ્રાનું એન્કાઉન્ટર થયું હતું. પોલીસ ટ્રાંજિટ રીમાન્ડ પર લઈ જઈ રહી હતી. તે દરમિયાન પ્રભાતે પોલીસ પાસેથી પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ કાર્યવાહી તે ઠાર મરાયો હતો. પોલીસ વિકાસ દુબેના અંગત ગણાતા અમર દુબેનું પણ એન્કાઉન્ટર કરી દીધું હતું. અત્યાર સુધી વિકાસ સહિત ગેંગના ૬ લોકો એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.