બગસરા તાલુકા પંચાયતનાં પ્રમુખ, સભ્યો અને અનેક ગામોના સરપંચ ભાજપમાં જોડાયા

ધારી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પૂર્વે કોંગ્રેસને મરણતોલ ફટકો પડયો છે. બગસરા તાલુકા પંચાયતનાં પ્રમુખ સભ્યો અને અનેક ગામોના સરપંચ પંજાનો સાથ છોડી ભાજપમાં જોડાયા છે. ધારી-બગસરા વિધાનસભાનાં પડઘમ વાગી રહ્યા છે. ભાજપ દ્વારા ચુંટણીની તૈયારીનાં ભાગરૂપે બગસરા શહેર અને તાલુકાના મુખ્ય કાર્યકર્તાઓની બેન્કનું આયોજન કરવામાં આવેલ. ભાજપ દ્વારા નગારે ઘા કરીને અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે.

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન અને ધારી વિધાનસભાનાં ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી, રાષ્ટ્રીય સહકારી નેતા દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરા, જિલ્લા ભાજપ પ્રભારી ભરતભાઈ ગાજીપરા, પૂર્વ રા.ક.મંત્રી વી.વી.વઘાસીયા, જિલ્લા પંચાયતનાં વિપક્ષ નેતા શુકલભાઈ બલદાણીયા, પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉધાડ, મનસુખભાઈ ભુવા, બાલુભાઈ તંતી, જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશિક વેકરીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીતેશ સોની, મંત્રી રાજુ ગીડા, બગસરા માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન કાંતીભાઈ સતાસીયાની હાજરીમાં પૂર્વ ધારાસભ્ય જે.વી.કાકડીયાનાં સમર્થકો તેની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો છે. જે.વી.કાકડીયાના સમર્થકો ડી.કે., પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને સદસ્ય મુકેશભાઈ રાખોલીયા, તાલુકા પંચાયત સભ્ય અશોકભાઈ મકવાણા, પીઠડીયાના સરપંચ ચંદુભાઈ નાકરાણી, માવજીજવાના સરપંચ જયંતીભાઈ તળાવીયા, હાલરીયાનાં સરપંચ ભરતભાઈ કોરાટ, કાગદડી સરપંચ વિનુભાઈ કાનાણી, અશ્ર્વિનભાઈ કોરાટ, મધુભાઈ વેકરીયા, નારણભાઈ વઘાસીયા, જયસુખભાઈ ખેતાણી, યુવા કોંગ્રેસ મહામંત્રી હરેશભાઈ રાખોલીયા, જુના વાઘણીયા ગ્રામ પંચાયત સભ્ય મનહરભાઈ બાબરીયા, દલપતભાઈ રાખોલીયા, જુના વાઘણીયા કોંગ્રેસ કાર્યકર મયુરભાઈ વેકરીયા, પ્રિન્સ રાખોલીયા, વિઠ્ઠલભાઈ ખોરાસીયા, જુના વાઘણીયા કોંગ્રેસ કાર્યકર રમેશભાઈ ગઢીયા, જુના વાઘણીયા કોંગ્રેસ કાર્યકર અરવિંદભાઈ તળાવીયા સહિતનાં આગેવાનો કોંગ્રેસ છોડી વિકાસની રાજનીતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં હાથ મજબુત કરવા ભાજપમાં જોડાયા છે.

આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ રમેશ સતાસીયા, મહામંત્રી વિપુલ કયાડા, મનુ પાટડીયા, પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ માયાણી, પ્રવિણભાઈ રફાળીયા અને તાલુકાનાં હોદેદારો હાજર રહ્યા હતા એજ રીતે બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રીબડીયા, મહામંત્રી મુકેશ ગોંડલીયા, ભાવેશ મસરાણી, રશ્મીનભાઈ ડોડીયા સહિત નગરપાલિકાનાં પ્રમુખ અને સભ્યો, ભાજપનાં હોદેદાર, કાર્યકર્તાઓ હાજર રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.