ડો. આંબેકટર સફાઇ કામદાર આવાસ યોજના અન્વયે ત્રણ વર્ષમાં ૩૧૪ લાભાર્થીઓને રૂ.૨.૧૯ કરોડની સહાય
પ્રત્યેક વ્યક્તિના પોતાના ઘરના ઘરના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાંઆંતરમાળખાકીય ક્ષેત્રના વિકાસ માટે સંકલ્પબધ્ધ બનીને કાર્ય આરંભ્યું છે, જે અન્વયે રાજ્યનો કોઈપણ સફાઈ કામદાર મકાન વિહોણા ન રહે તેવા શુભ આશય સો ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અંતર્ગત લાર્ભાીઓને આવાસ બનાવવા માટે રૂ.૧.૨૦ લાખની સહાય ચુકવવામાં આવી રહી છે. તેમ રાજકોટ જિલ્લાની ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીના મેનેજર ડી.એમ.સાવરિયાએ જણાવ્યું હતુ.
આસિસ્ટન્ટ મેનેજર દિનેશ માવદીયાના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લામાં ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અન્વયે છેલ્લા ત્રણ વર્ષમાં ૩૧૪ લાર્ભાીઓને રૂ પિયા ૨.૧૯ કરોડની સહાય ચુકવવામાં આવી છે. જે પૈકી વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૮૬ લાર્ભાીને રૂ.૨ કરોડ ૨૦ હજાર, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૬ લાર્ભાીને રૂ.૧૧ લાખ ૨૦ હજાર અને વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨ લાર્ભાીને રૂ.૮ લાખ ૪૦ હજારની સહાયના નાણા ચુકવવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ મેળવવા કોઈ આવક મર્યાદા નિશ્ચિત ની. માત્ર સફાઈ કામદાર અવા તેમના આશ્રિતો હોવા અંગેનું સંબંધિત શાખાના અધિકારીશ્રીનું પ્રમાણપત્ર જોડવાનું રહે છે.