જુનાગઢ જિલ્લામાં દીકરીઓના જન્મને વઘારવા અને દીકરીઓના શિક્ષણમાં વઘારો કરવા માટે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અનુંસંઘાને જનજાગૃતિ લાવવા માટે ૧૬૦૦ જગ્યાએ સ્ટીકર લગાવવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી.
જુનાગઢ જિલ્લામાં દીકરીઓના જન્મને વઘારવા અને દીકરીઓના શિક્ષણમાં વઘારો કરવા માટે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અનુંસંઘાને બેટી બચાઓ યોજના અંતર્ગત પ્રચાર-પ્રસાર અર્થે જિલ્લા મહિલા અને બાળ અઘિકારી તથા દહેજ પ્રતિબંઘક સહ રક્ષણ અઘિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ મહિલા શક્તિ કેન્દ્ર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ, વિવિઘલક્ષી મહિલા કેન્દ્રનાં કર્મચારીઓ દ્રારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાનાં લોગો સ્ટીકર સમગ્ર જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી, બિનસરકારી કચેરીઓ તથાં જાહેર સ્થળો, મેટરનીટી હોમ, ગ્રામ પંચાયત, શાળાઓ-કોલેજો, આંગણવાડી કેન્દ્ર, બસ-સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન સહિત સમગ્ર જિલ્લામાં ૧૫૦૦ થી ૧૬૦૦ જગ્યાએ સ્ટીકર લગાવવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી.