યુવા કાર્યક્રમ અને રમત ગમતમંત્રાલય, ભારત સરકારના લીધા નિયંત્રણ હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા ક્લિન વિલેજ, ગ્રીન વિલેજ, અભિયાન અંતર્ગત મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા યુવા સચિન પાલ દ્વારા જણાવવામાં આવ્યું કે મોન્સૂન ઋતુના આગમન થતાં અમુક જિલ્લામાં મોટા પ્રમાણ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે. વૃક્ષારોપણ જુલાઇ થી ઓગસ્ત માસ સુધી કરવામાં આવશે. નેહરુ યુવા કેન્દ્ર સાથે સંકળાયેલા યુવક મંડળો, સ્વયં સેવકો તેમજ સ્થાનીય સંસ્થા અને જિલ્લા પ્રસાશન સાથે સમન્વય કરીને આએ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત કોરોના અંગે જન જાગૃતિ ફેલાવવા માટે પણ વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેમાં ભીત ચિત્રો / ભીત લખાણ પ્લે કાર્ડ અને ઈંઈઊ મટીરીયલ્સ જેવી કે પોસ્ટર અને પેમ્ફલેટ વિતરણ દ્વારા સામાન્ય જનતાને જાગૃત કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા સંયોજક સચિનભાઈ અને કેન્દ્રના રાજુભાઇ રાઠોડ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. આ પ્રસંગે નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવક ઐશ્વરીયા નિમાવત, ભાવિકા રાવલ, યશ રાઠોડ, ચેતન વાંગડિયા, વિધિ પરમાર, રિદ્ધિ ધોળકિયા દ્વારા જેહમત ઉઠાવી હતી.