સેઇફ અને સિકયોર ગુજરાત…
રૂ .૬૫ કરોડના ખર્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવા લગાવેલા સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ ટ્રાફિક દંડ વસુલ કરવામાં?
સ્માર્ટ સિટી અંતર્ગત વર્લ્ડ બેન્ક અને લોક ભાગીદારીથી શરૂ કરાયેલો પ્રોજેકટ ગુનાખોરી અટકાવવા સાથે સાથે લોકોના ખિસ્સા ખાલી કરવાનું બન્યું સાધન
પોલીસની તીસરી આંખનો વાહન ચાલકોને ત્રાસદાયક
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટનો વિકાસ અને વિસ્તાર વધી રહ્યો છે ત્યારે કાયદો અને વ્યસ્થાના પણ જટિલ પ્રશ્ર્ન ઉપસ્થિત થઇ રહ્યા છે. તેમજ ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ર્ન શહેરીજનો માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. રાજકોટને સમાર્ટ સિટી બનાવવા માટે કેટલીક પાયાની સુવિધા જરૂ રી હોવાથી સરકાર દ્વારા સેઇફ અને સિકયોર ગુજરાતના સુત્ર અનુસાર રાજકોટને પણ સેઇફ અને સિકયોર બનાવવા માટે આઇ-વે પ્રોજેકટને લાવવામાં આવ્યો છે. રૂ .૬૫ કરોડના ખર્ચે સમગ્ર શહેરને સીસીટીવી કેમેરાથી આવરી લઇ સમગ્ર શહેર પર તંત્રની ત્રીસરી આંખ બની ગઇ છે. આઇ-વે પ્રોજેકટ ગુનાખોરી અટકાવવા ઘણો સફળ રહ્યો છે. પરંતુ ટ્રાફિક વ્યવસ્થાના નામે વાહન ચાલકોને ઇ-મેમા ફટકારી લોકોના ખિસ્સા ખંખેરવાનો પ્રોજેકટ બની ગયો હોય તેવું જણાય રહ્યું છે. સીસીટીવી કેમેરાની મદદથી પ્રથમ હેલ્મેટ અને હવે કોરોના વાયરસને ધ્યાને રાખી માસ્કનો દંડ વસુલ કરવામાં આવે છે. આઇ-વે પ્રોજેકટનો કાયદો અને વ્યવસ્થા કરતા ટ્રાફિકનો દંડ વસુલ કરવામાં વધુ ઉપયોગ થતો હોવાનું શહેરીજનો મહેસુસ કરી રહ્યા છે.
વર્લ્ડ બેન્કના તથા લોક ભાગીદારી સહાયથી સ્માર્ટ સીટીના અનુસંધાને આઇ-વે પ્રોજેકટ અમલ મુવકામાં આવ્યો છે. જેનો હેતુ લોકોને ગંદકી, વાયુ પ્રદુષણ અને વોટર મેનેજમેન્ટ સિસ્ટમ તેમજ ટ્રાફીક સમસ્યાને હળવી તથા ગુના ખોરી કરતા તત્વોની ઓળખ મેળવવાનો હેતુ માટે આઇ-વે પ્રોજેકટ અમલમાં લાવ્યામાં આવ્યો છે. જયારે આજના સમયે ઉપરોકત મુદ્દા માટે મહાપાલિકા તથા શહેર પોલીસ તેમનો ઉપયોગ ઇ-મેમા જનરેટ કરી દંડના ઉઘરાણા કરે છે.
ઇ-મેમામાં વન-વે, રોગ સાઇટ, ફેન્સી નંબર પ્લેટ, ઝીબ્રા લાઇન ક્રોસીંગ સહિતના ભંગનો કેસો કરી ઉઘાડી લુંટ કરવામાં આવે છે. ખરેખર તો સુપ્રિમ કોર્ટના અવિનાશ ગોયેન્કાના જજમેન્ટ મુજબ કારના સંપૂર્ણ બ્લેક કાચ, દુર કરવાને બદલે પુર ઝડપે જતા વાહન ચાલકો પ્રદુષણ ફેલાવતા હોર્ન ચાલુ વાહને મોબાઇલના ઉપયોગ અકસ્માત નોતરવાના સંજોગો ઉભા કરતા વાહન ચાલકો સામે પગલા ભરવાને બદલે નિર્દોષ વાહન ચાલકો દંડનો ભોગ બને છે.
કેમેરાના દંડથી બચવા માટે લોકો એચ.એસ.આર.પી. નંબર પ્લેટમાં કલર તેમજ નંબર પ્લેટ વાળી નાખે છે. આ વાહન ચાલકોના ભોગે નિર્દોષ લોકો દંડનો ભોગ બને છે. જેની રોજની આવક રૂ . ૩૦૦ કરતા વધુ ન હોય તેવા લોકોને રૂ .૫૦૦ થી લઇ રૂ . ૩ હજાર સુધીનો ચાંદલો (દંડ) ભરવા મજબુર થાય છે. ખરેખર મહાપાલિકા અને શહેર પોલીસ દ્વારા લોકોને દંડની જગ્યાએ ટ્રાફીક વ્યવસ્થા સુદ્રઢ બનાવવાની પહેલ કરવી જોઇએ.
સીસી કમાન્ડ સેન્ટરના સ્ટાફ જેઓ દ્વારા મોટર વ્રકિલ એકટની કલમ ૧૩૩ મુજબ વાહનનો ડેટા આર.ટી.ઓ પાસેથી મેળવી એપ દ્વારા વાહન માલિકની માહિતી પોલીસ પાસે હોય છે. જેનો ફકત હેતું ગંભીર ગુના કરતા રીઠા શખ્સોની ઓળખ વાહન નંબરના આધારે મળી શકતી હોય પરંતુ એપનો મળી શકતી હોય પરંતુ એપનો કે આઇ-વે પ્રોજેકટનો હેતું દંડના સ્વરૂ પમાં માર્યો ગયો છે. ઉપરાંત દંડથી બચવા વાહન ચાલકો દ્વારા નંબર પ્લેટમાં ચેડા કરી તેમજ નંબર પ્લેટને વાળી દેવી અને નંબર પર કલર લગાડી બે ફામ વાહન ચલાવી અકસ્માત નોતરી તેમજ ગંભીર ગુના ખોરો નાશી જતા વાહન ચાલકો પોલીસની ત્રિસરી આંખથી દુર રહી તંત્રને આંખમાં ધૂળ નાખવા સન્માન છે.
રાજકોટ એમ.એ.સી.પી.બારના એડવોકેટ ભાવેશ પટણી અને રાજેશભાઈ ડોરી સહિત બંને એડવોકેટો બાઈખ નંબર વાહન ચાલકો દ્વારા વાહનની નંબર પ્લેટ ચેડા કરતા જેનો ભોગ રાજકોટ એમ.એ.સી.પી. બારના એડવોકેટ ભાવેશ પટણી અને રાજેશભાઈ ડોરી સહિત બંને વકીલોને ઈ મેમો મારફતે દંડની રકમ ભરવાનો મેમો આપ્યો છે. ત્યારે આઈ વે પ્રોજેકટમાં સુકા સાથે લીલુ બળતા શહેરીજનોમાં રોષ પ્રગટી રહ્યા છે. આઈવે પ્રોજેકટ પહેલા ટ્રાફીક પોલીસ દ્વારા હાજર દંડ વસુલવામાં આવતા ત્યારે ઘણા કિસ્સામાં પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણ થતાતેમજ ભ્રષ્ટાચારના કિસ્સા વધતા હતા પરંતુ સરકારના આઈવે પ્રોજેકટનો હેતુ મરી ન પરવા તે માટે યોગ્ય પગલા ભરી લોકો આકરા દંડ ત્રાસ દાયક છે.
એચએસઆરપી નંબર પ્લેટના અનુસંધાને સુપ્રિમ કોર્ટ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી એચ.એસ.આર.પી. નંબર પ્લેટનો ઉદેશ વાહન ચોરી અને ગુનાખોર ડામી દેવા નો હતો પરંતુ એચએસઆરપી નંબર પ્લેટમાં જે નિશાની બતાવવામાં આવે તે વાહન ઓળખ માટે છે. નંબર પ્લેટ પર માન્ય કલરો ઉડી જતા હોય જેના કારણે સરકાર દ્વારા ઉદેશનો હેતુ માર્યો જતો હોય જેથી સરકારે નંબર પ્લેટના મામલે સંશોધન કરી પૂન: નંબર પ્લેટ પેટ્રોલ અને ડીઝલ વાહનો માટે અલગ અલગ પ્રકારની નંબર પ્લેટો માન્યતા આપવામાં આવી છે. જેથી વાહન ચાલકોને હાલાકી અને રકમ માટે તૈયાર રહેવું પડશે.