ઉપલેટાના હરિયાસણ ગામે ૪૮ કલાકમાં ૩૦ ઈંચ જેવો ધોધવાર વરસાદ પડતા ખેડુત મિત્રોમાં હર્ષની લાગણી પ્રવર્તી રહી છે.
ભારે વરસાદના કારણે વેણુ નદીમાં ઘોડાપૂર આવતા ગામમાં દલિતવાસમાં પાણી ફરી જવાની ડરે લોકો ને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગામમાં કેટલાક કાચા મકાનને નુકશાન થવા પામ્યું છે. તેમજ ખેડુત મિત્રોનાં ઘણા ખેતરોમાં બંધપાળા તૂટી ગયા છે ને ખેડુતોને પારાવાર નુકશાન થવા પામ્યું છે.
તેમજ ગામની વેણુ નદી ઉપર ૭ કરોડના ખર્ચે બ્રિજ બનીરહ્યો છે તો ચાલુ કામ હોય ઓચિંતા વરસાદ આવી જતા અને નદીમાં ભારે પૂર આવી જતા કોન્ટ્રાકટરની સિમેન્ટ લગભગ ૭૦૦ થેલી પૂરમાં તણાય ગયી છે. તેમજ કામ ઉપર હિટાચી ફસાઈ જતા પૂરમાં નહિ નીકળી સકેલ અને પુરમાં પલ્ટી મારી જતા ડુબી ગઈ હતી. એમ ગામના ઉપસરપંચ હર્ષદસિંહ વાળાએ જણાવ્યું હતુ.