ડોકટરનો યુ ટર્ન?!!!
રિસોર્ટમાં જલસા કરતા વેપારી દવાખાનામાં ભરતી થયા: બે તબીબ અને વકીલ સહિત છ સામે પોલીસમાં રાવ
સાસણ ગીર અભિયારણમાં રિસોર્ટના માલિક વેરાવળના તબીબ સાથે મેડિકલના મશીનરીમાં ભાગીદારનો વ્યવસાય કરતા રિસોર્ટમાં જલસા કરતા વેપારીને હોસ્પિટલમાં દાખલ થવા જેવી કફોડી સ્થિતીમાં મુકાયા છે. ભાગીદારી માટે લોભામણી લાલચ દઇ તબીબે યુ ટર્ન લેતા વેપારીએ પોલીસ મથકમાં ન્યાય માટે માર્ગ પકયો છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગાંધીનગર ખાતે રહેતા અને સાસણમાં સુખસાગર ગીર રિસોર્ટ ધરાવતા પુંજાભાઇ બારડે વેરાવળના ડો.જીજ્ઞેશ રામાવત, ડો.આશિષ રામાવત, અર્ચના રામાવત, વિશાલ મકવાણા, વડોદરાના નરેશ શાહ અને એડવોકેટ રાજેશ દરી સામે રૂા.૯૦ લાખની છેતરપિંડી કર્યા અંગેની રાવ કરી છે. પૂંજાભાઇ બારડે સાથે વેરાવળમાં હોસ્પિટલ માટે મેડિકલની મશીનરીમાં ભાગીદારીનો વ્યવસાય શરૂ કર્યા બાદ બંને તબીબોએ બેન્કના હપ્તા ભરપાઇ કર્યા બાદ હિસાબ કરવાનું કહી દસ્તાવેજમાં બોગસ સહી કરી મશીનગરી બારોબાર વેચી નાખી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.