ઉતર ગુજરાત માં લોકો અત્યારે જે પરીસ્થિતી નો સામનો કરી રહ્યા છે ત્યારે તેઓને મદદ રૂપ થવાં માટે જલારામ ગૃપ દ્વારા માનવતા નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે ધોરાજી માંથી તેમજ આજુબાજુના વિસ્તાર માંથી દાન નો ધોધ વહી રહયો છે ત્યારે ધોરાજી જલારામ સેવા મંડળ દ્વારા ફુડ પેકેટ તૈયાર કરવામાં આવેલ છે ઉતર ગુજરાત માં હાલ જે પરીસ્થિતી વરસાદ ને લીધે થઇ છે એટલાં લોકો નાં ઘર પૂર માં તણાઈ ગયાં અસંખ્ય લોકો બેઘર બની ગયાં અને ખાવા પિવાનુ પણ નથી મળતું જેથી આવાં પૂર ગ્રસ્ત વિસ્તારમાં ગુજરાત અને બહારના રાજ્યો માંથી સેવાકીય સંસ્થા ઓ અને તંત્ર પૂર ગ્રસ્ત ની વ્હારે આવ્યુ છે ઠેર ઠેર થી ફુડ પેકેટ પૂર ગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવી રહયાં છે ત્યારે ધોરાજી જલારામ સેવા મંડળ દ્વારા અને સેવાભાવી સંસ્થા ઓ દ્વારા ૩૦૦૦ પેકેટ જેમાં ૧૫૦ ગ્રામ સુખડી અને ૩૦૦૦ પેકેટ જેમાં ૧૦૦ ગ્રામ ગાંઠીયા આમ કુલ ૬૦૦૦ ફુડ પેકેટ તૈયાર ધોરાજી ના જલારામ મિત્ર મંડળ નાં સહયોગ થી ઉતર ગુજરાત તથાં જયાં પૂર ગ્રસ્ત વિસ્તારમાં જરૂરીયાત મંદો ને ફુડ પેકેટ મોકલવામાં આવેલ જેમાં રમેશ ભાઈ કાછેલા તથા આગેવાનો તેમજ કાર્યકરોઅને મામલતદાર કચેરી અને ડેપ્યુટી કલેકટર ની ઉપસ્થિત માં ફુડ પેકેટ તૈયાર કરીને મોકલવામાં આવેલ છે.
Trending
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !
- Winter skincare tips : શિયાળામાં સાબુ છોડો, આ 6 નેચરલ વસ્તુ તમારા ચહેરાને રાખશે એકદમ સોફ્ટ
- શિયાળાનું સુપરફૂડ સંતરું, રોજ ખાવાથી હેલ્થ રહેશે તગડી