આત્મનિર્ભરતા તરફ ડિજિટલ ક્ષેત્રને એક ડગલું આગળ ધપાવતી રાજકોટની કે.સ્ટાર એપ
ડિજિટલ ક્ષેત્રમાં દેશની આત્મનિર્ભરતા તરફ એક ડગલું રાજકોટની એપ્લીકેશને ભર્યું છે. ચીનની ૫૯ એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ મુકાઈ ગયા બાદ તેની અવેજીની એપ્લીકેશનો તરફ યુવાધન નજર દોડાવી રહ્યું છે ત્યારે સ્થાનિક એટલે કે રાજકોટથી લોન્ચ થયેલી કે.સ્ટાર એપ્લીકેશન યુવાધનને ટીકટોકથી પણ સારી સુવિધાઓ આપવા સજજ બની છે. સુરત અને મુંબઈથી ઓપરેટ થતી આ એપ્લીકેશનની ઓફિસ રાજકોટમાં પણ શરૂ થઈ છે. આ એપ્લીકેશન મેક ઈન ઈન્ડિયા તરફનું વધુ એક ડગલું માનવામાં આવે છે.
ટીકટોકમાં જેમ ડાન્સીંગ, એકટીંગ અને સીગીંગનાં માધ્યમથી દેશનાં ખૂણે-ખૂણેથી લોકો સામે પ્રતિભાઓ આવી તેમ હવે દેશની સ્થાનિક કે.સ્ટાર એપ્લીકેશન યુવાધનને પ્લેટફોર્મ પુરુ પાડશે.
આજરોજ અબતકની મુલાકાત દરમિયાન કે.સ્ટાર પ્રોડકશન પ્રાઈવેટ લીમીટેડનાં ડિરેકટર હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે, અમે એક વર્ષ પહેલા એપ્લીકેશન નિર્માણનો પ્લાન ઘડી કાઢયો હતો. છ મહિના પહેલા જ આખા પ્રોજેકટનું વર્કઆઉટ કરી નાખ્યું હતું. ૧૦૦ જેટલા આઈટી ટેકનીશીયનોની નિમણુક કરી હતી. આ એપ્લીકેશન રાજકોટની જેમ સુરત, અમદાવાદ સહિતનાં શહેરોમાં પણ ધુમ મચાવવા સજજ છે.
કે.સ્ટાર એપ્લીકેશનમાં એકાઉન્ટ બનાવનાર યુવાનોનાં આઈડીનું ચેકિંગ થશે તેની સાથોસાથ કન્ટેન્ટ કઈ પ્રકારનો અપડેટ કરવામાં આવે છે તેનું નિરીક્ષણ પણ ૨૦૦ લોકોની ટીમ દ્વારા કરવામાં આવશે. આઈટી ક્ષેત્રનાં સક્ષમ ટેકનીશીયનો આ ક્ધટેન્ટ ઉપર પર ધ્યાન રાખશે. સિનિયર સિટીઝન પણ તેમની પ્રતિભા ઉજાગર કરી શકશે. ટીકટોકની જેમ જ ડાન્સીંગ, એકટીંગ, સીગીંગ જેવી પ્રતિભાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. સાથે સાથે આ પ્રતિભાશાળી લોકોને આ એપ્લીકેશનના માધ્યમથી સિલેકટ કરી તેમનો કોન્ટેક કરી કે.સ્ટાર પ્રોડકશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તેમને મોટુ સ્ટેજ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવશે અને આજે વર્તમાન સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈનાં સંદેશને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવાનો કોઈ કોશિશ હોય તો તે કે સ્ટાર પ્રોડકશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. કે સ્ટાર એપનું લોન્ચિંગ કરીને કે.સ્ટાર એપ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.