રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૬૬૭૪.૫૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૬૭૩૮.૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૬૬૦૭.૮૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૦.૬૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩.૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૩૬૬૪૧.૨૯ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૭૬૬.૬૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૭૯૯.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૭૫૫.૯૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૧.૦૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૭૮૩.૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૮૭૦૪ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૭૭૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૬૪૨ ના નીચા મથાળે નોંધાવી ૫૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૮૭૪૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૫૦૧૭૭ ના મથાળેથી ખુલીને રૂ.૫૦૧૭૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૫૦૦૦૫ ના નીચા મથાળે નોંધાવી ૮૯ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૫૦૧૧૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો…
ભારત-ચાઈના વચ્ચે ગલવાન સરહદે ચાઈનીઝ સેનાની પીછેહઠના પરિણામે તણાવ ઘટતાં અને દેશભરમાં સફળ ચોમાસાના પોઝિટીવ પરિબળે આજે સપ્તાહના સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી પરંતુ સાવચેતીએ સુસ્તીનું વલણ જોવા મળી હતું. વૈશ્વિક મોરચે અમેરિકા દ્વારા ચાઈના સાથેના ટ્રેડને વધુ કઠિન બનાવતાં જઈને યુ.એસ.વીસા માટે નવા નિયમોના અહેવાલ સાથે અમેરિકામાં કોરોના સંક્રમિતોનો આંક ફરી ચિંતાજનક વધતાં વૈશ્વિક આર્થિક વિકાસને મોટો ફટકો પડવાના અંદાજો વચ્ચે વૈશ્વિક બજારોમાં ઘટાડો નોંધાતા ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી જોવા મળી હતી. ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૧.૫૧% ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ૧.૦૮% અને નેસ્ડેક ૦.૮૬% ઘટીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો બીએસઈ પર આજે બેઝિક મટિરિયલ્સ, એફએમસીજી, ફાઈનાન્સ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એનર્જી, આઈટી, યુટિલિટીઝ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૨૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૦૯ અને વધનારની સંખ્યા ૧૧૦૬ રહી હતી. ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૨૧૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, ભારતના શેરબજારમાં તેજી આવી છે, આમ છતાં હજુ બજાર વાર્ષિક ઊંચાઈથી ૧૪% નીચે છે. કોરોના મહામારી વચ્ચે અર્થતંત્રને ફરી પટરી પર લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સેન્ટ્રલ બેન્કો દ્વારા લિક્વિડિટીનો સપોર્ટ, આર્થિક ઇન્ડિકેટર્સમાં સુધારો અને તથા નાના અને ધનિક રોકાણકારોની મજબૂત ભાગીદારીને કારણે બજારમાં તેજી આવી છે. ભારતીય શેરબજારમાં ગભરાટમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે અને વૈશ્વિક બજારોમાં તેજી ના પગલે રોકાણકારોમાં જોખમ લેવાના વલણમાં પણ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ખરીફ વાવેતર ગયા વર્ષ કરતાં વધુ સારું રહ્યું છે અને ચોમાસાનો ટ્રેન્ડ પોઝિટિવ રહ્યો છે. આ સાથે ફરી કોરોના સંક્રમણમાં થઈ રહેલા વધતાં વિશ્વની ચિંતા વધી હોઈ ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ ફરી મંદ પડવા લાગ્યાના અહેવાલો વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટાડા તરફી થયા છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ચોમાસાની પ્રગતિ અને કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૦ના અંતના પ્રથમ ત્રિમાસિકના ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ-ટીસીએસના આવતીકાલ ૯,જુલાઈ ૨૦૨૦ના રિઝલ્ટથી શરૂ થનારી સિઝન પર ભારતીય શેરબજારની નજર રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
- કોટક બેન્ક ( ૧૩૬૩ ) :- બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૪૪ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૩૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૭૭ થી રૂ.૧૩૯૦ સુધી તેજી તરફી ધ્યાન…!!!
- ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૬૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૧૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૬૦૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૬૩૭ થી રૂ.૬૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- મહિન્દ્રા & મહિન્દ્રા ( ૫૬૨ ) :- રૂ.૫૩૩ નો પ્રથમ તેમજ રૂ.૫૨૭ ના બીજા સપોર્ટથી ઓટો સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૭૫ થી રૂ.૫૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- સન ફાર્મા ( ૪૮૨ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૯૪ થી રૂ.૫૦૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા સ્ટીલ ( ૩૩૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૧૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૪૩ થી રૂ.૩૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!