વરસાદી પાણીનો સંગ્રહ કરતા એક ટેન્કનું કાર્યપૂર્ણ, બીજાની કામગીરી ગતિમાં
ગુજરાત કેન્દ્ર ટુરીઝમ તરફથી ભારત બાર જયોતિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરના ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટર સંકુલ પાસે રેઇન હાર્વેસ્ટીંગ રૂપિય અંદાજીત દોઢ કરોડના ખર્ચે સીસ્ટમ ગોઠવી પાણી સંગ્રહ આધુનિક પઘ્ધતિથી ટેન્ક બનાવાઇ છે.
જેની ક્ષમતા ૩.૬૦ લાખ લીટર વોટર સમાવવાની છે. અને ર૪ર ચોરસ મીટરમાં આ હાર્વેસ્ટ પ્લાન્ટ બનેલ છે. જે ટીસીએફ બિલ્ડીંગની છત ઉપર પડતા વરસાદના પાણીને જુદા જુદા ૧ર પોઇન્ટ એટલે કે ધોરીયા પાઇપ દ્વારા વરસાદી જળ એકઠું કરી આ પ્લાન્ટમાં ઠલવાશે. આંતરરાષ્ટ્રીય આ ટેકનોલોજી ભૂકંપ અવરોકધક છે.
પાણી પ્રદુષણ મુકત રહે છે અને પ્લાન્ટ આયુષ્ય લાંબુ છે સંગ્રહીત પાણી સ્તરને જરૂરત મુજબ રીર્ચાજ કરી શકાય છે. આમા રહેલ પાણી જમીનમાં કે બાહ્મ પ્રદુષણથી સુરક્ષિત રહે છે અને નાનામાં નાની જગ્યા ઉપર ગોળાકાર સિવાય કોઇપણ આકારમાં લગાડી શકાય છે. આ સીસ્ટમને ખુબ ઓછા ખર્ચે બીજા સ્થળ ઉપર સ્થળાંતર પણ કરી શકાય છે. અને આ સીસ્ટમ ઉપર ગાર્ડન પણ બનાવી શકાય છે.
ટીફીસીની છતમાંથી ફકત વરસાદી પાણી ચાર ઇંચના પાઇપો દ્વારા આ સીસ્ટમમાં પહોચશે. આ સીસ્ટમના પાયામાં કોન્ક્રીન્ટ સાથે ઉત્તમ પ્રકારનું જીઓ ટેક્ષટાઇલ મટીરીયલ અને લાઇનર એચ. ડી. પી. ઇ. તળીયામાં બીછાવેલું હોય છે. આ કામગીરી અંદાજે ૧પ થી ર૦ દિવસમાં પુરી થઇ છે. આનું પાણી ડહોળુ હોતું નથી. આવો જ ૩ લાખ લીટર જળ સંગ્રહનો બીજો પ્લાન્ટ ટ્રસ્ટની ડોરમેટરી વિભાગ માટે બની રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી- સચિવ પ્રવિણભાઇ લહેરી અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા યાત્રિકો પ્રવાસીઓને સ્વચ્છ નર્યુ વરસાદનું મીઠું પાણી મળે તે માટે પ્લાન્ટ ઉપર દેખરેખ સહયોગ આપી રહ્યા છે.