માણાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના પગલે બાંટવા ખારાડેમની સપાટીમાં વધારો થતા બાંટવા ખારા ડેમના એક સાથે બાર દરવાજા બે ફૂટ ખોલી પ્રતિ સેક્ધડ ૧૧૩૫૨ કયુસેક પ્રવાહથી પાણી છોડવામાં આવી રહયું છે તેમ ડેમના અધિકારી એમ.જે.વધાસીયા એ જણાવ્યું હતુ
બાંટવા ખારાડેમના એકી સાથે બાર દરવાજા ખોલાતા નીચાણવાળા ગામડાઓ જેવા કે કોડવાવ, સમેગા, થાપલા, ગઢવાણ,ધરસંડ, કવલકા, રેવદ્રા વગેરે ગામો સંપર્ક વિહોણા બન્યા હતા