કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇ કોરોનાગ્રસ્તની સારવાર કરતા તબીબો સાથે વિસ્તૃત ચર્ચા કરી : જરૂ ર પડે વ્યવસ્થા વધારાશે: તબીબોની કામગીરી બિરદાવી, જાગૃત રહેવા સમજ આપી : એક જ દિવસમાં ૩૦ કોરોના પોઝિટિવ રિપોર્ટ અને પાંચના મોતથી આરોગ્ય વિભાગમાં દોડધામ
રાજકોટમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં શહેરમાં ૨૭ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩ મળી ૩૦ પોઝિટીવ કેસ નોંધાયા છે. અને પાંચ કોરોના પોઝિટીવ દર્દીઓના મોત થતા આરોગ્ય વિભાગમાં દોડદામ મચી ગઇ છે. કોરોના વાયરલ બેકાબુ બનતા ગાંધીનગરના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે રાજકોટ દોડી આવ્યા છે. તેઓએ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી છે તેમજ કોરોનાગ્રસ્તોની સારવાર કરતા તબીબોને જાગૃત રહેવા સમજ આપી છે. કોરોનાના પ્રથમ તબક્કાના દર્દીઓની સમયસર સારવાર મળી રહે તે માટે સરકારના ધનવંતરી રથની પસંશા કરી સંક્રમિત દર્દીઓને સ્થળ પર સારવાર મળી રહે તેવા સરકારના આશિવાર્દ સમાન નિર્ણયને આવકાર્યો છે. ધનવંતરી રથ અમદાવાદમાં સફળ રહ્યો હોવાથી આ પ્રયોગ રાજય વ્યાપી બનાવવાની વિચારણા ચાલતી હોવાની આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે દ્વારા જણાવ્યું છે.
કોરોના દર્દીઓને સારવાર માટે રાજકોટમાં ખાસ ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની કંઇ રીતે સારવાર કરવામાં આવે છે અને કોરોનાના દર્દીઓની સારવાર કરતા તબીબો શું તકેદારી રાખે છે તે અંગેનું આરોગ્ય કમિશનર જયપ્રકાશન શિવહરેએ જાત નિરિક્ષણ કર્યુ હતું. કોરોના દર્દીઓમાં એકાએક વધારો થતા સારવાર માટેની વ્યવસ્થા વધારવા માટે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતા સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
કોરોના કેસમાં વધારો થશે તો શહેરની ખાનગી હોસ્પિટલને પણ વ્યવસ્થા માટે કાર્યરત કરવામાં આવશે ખાનગી હોસ્પિટલને કોવિડ જાહેર કરવામાં આવશે તેવી હોસ્પિટલના ૫૦ ટકા બેડ રિઝર્વ રાખવામાં આવશે તેનો તમામ ખર્ચ રાજય સરકાર ભોગવશે તેમ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
કોરોના પોઝિટીવના દર્દીઓની રાજયમાં કયાં સંખ્યા વધી રહી છે. કોરોના પોઝિટીવ દર્દીઓની હીસ્ટ્રી સહિતની તમામ વિગતોથી મુખ્ય મંત્રી વિજયભાઇ રૂ પાણી દેખરેખ રાખી રહ્યા છે અને રાજયના કયાં શહેરમાં શું વ્યવસ્થા વધારવી તે અંગે તેમના દ્વારા જ માર્ગ દર્શન પુરૂ પાડવામાં આવતું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
કોરોનાના દર્દીઓની કેટેગરી મુજબ કોઉન્સિલીંગ કરવામાં આવશે પોઝિટીવ દર્દીના માઇલ્ડ સિન્ટમ્સના દર્દીઓના ઘરે સગવડ પુરતી હશે તેવા દર્દીઓને હોમ ક્વોરેન્ટાઇન કરી તેમના પર દેખરેખ રાખવામાં આવશે તેમ જણાવી મૃતક તમામ કોરોનાના કારણે જ નહી તેમને અન્ય બીમારી હોય છે. કોરોના નિમિત હોય છે. રાજકોટમાં કોરોનાના કુલ કેસ ૨૭૨ નોંધાયા છે. ગ્રામ્યમાં ૨૧૭ પોઝિટીવ કેસ આવ્યા છે જેમા ચાર દર્દીના મોત નીપજયા છે. ૧૫૩ રજા આપવામાં આવી છે. હાલ ૧૦૯ સારવાર હેઠળ છે. જેમાં ધોરાજીમાં ૭૧ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.