કહેવાય છે કે એક માતા જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે થતી પીડા એટલી હોય છે કે માતાનો નવો જન્મ થયો હોય તેવો અનુભવ થાય છે પરંતુ એવી જ એક બીજી પીડા એટલે પથરીની પીડા છે જ્યારે પથરીનો દુ:ખાવો ઉપડે છે ત્યારે પણ એટલી હદે પીડા થાય છે કે જાણે પ્રસુતિનો દુ:ખાવો પણ કદાચઆના કરતા ઓછો હશે…. ત્યારે લંડનની ઇમ્પીરીટલ કોલેજ દ્વારા કરાયેલા એક સર્વેક્ષણ અનુસાર એવી ૧૯ મહિલાના મંતવ્ય લેવામાં આવ્યા હતા. પ્રસુતિ અને પથરી બંનેની પીડામાંથી પસાર થઇ હોઇ. તેમને પુછતા ૧૯માંથી ૧૨ મહિલાઓને કિડનીમાં પથરીમાં હોવાથી કહ્યું હતું કે પ્રસુતિની પીડા પથરીની પીડા કરતા પ્રમાણમાં ઓછી હતી. ત્યારે ત્રણ મહિલાઓએ બંને પીડાને એક સમાન દર્શાવી હતી તો અન્ય ચાર મહિલાંના કહેવા અનુસાર પથરીની પીડા કરતા પ્રસુતિની પીડા વધુ અસહ્ય હતી…..
તો આમ આ દર્દનું મુળ પથરી કઇ જગ્યાએ અને કઇ પરિસ્થિતિમાં છે તેના પર આધાર રાખે છેતો ભગવાને દર્દ માત્ર મહિલાઓને જ આપ્યું છે તે વાત હવે ખોટી સાબિત થઇ છે.