કેશોદ પંથકમાં બામણાસા ધેડ, પંચાળા, પાડોદર, બાલાગામ, સુત્રેજ ગામો બેટમાં ફેરવાયા..
કેશોદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી અવરિત મેધ સવારી ચાલું છે અને અત્યાર સુધીમાં મોસમ નો કુલ વરસાદ ૨૧ ઈંચ જેટલો થયો છે અને ગય રાત ના છ ઈંચ વરસાદ બાદ છેલ્લા સોળ કલાકમાં વધુ બે ઈંચ જેટલો વરસાદ પડી જતાં નદીમાં પૂર આવ્યું હતું અને ખેતરો પાણી થી લથપથ થયા છે ત્યારે ભારે વરસાદ થી સમગ્ર ધેડ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે અને બામણાસા અને પાડોદર ને જોડતા માર્ગ નો પુલ ધરાશય થયાની ધટના ગયકાલે સવારે બની હતી જે બાબતે અમારા રિપોર્ટર પ્રકાશદવે સાથે ડેપ્યુટી ઈજનેર મકવાણા એ વાતચિત કરતા જણાવ્યું હતું કે આ પુલ વીસ વર્ષ જુનો હતો અને લોકો ની પુલ બનાવવા માટે માંગણી કરી હતી તે અમોએ દરખાસ્ત કરી સરકારમાં રજૂઆત કરી દીધી હતી ત્યારે પુલ નું બાંધકામ બહુ જુનુ હોવાથી જોરદાર પાણી આવવાથી આ ધટના બની હોવાનું જણાવ્યું હતું આમ અનેક નિચાણ વાળા વિસ્તારોમાં તથા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે પરંતુ ભારે વરસાદ છતાં કોઈ જગ્યાએ જાનહાનિ ના સમાચાર નથી