રાજકોટનો ચોમેર દિશાએ વિકાસ થઈ રહ્યો છે ત્યારે સજાતિય સંબંધો ધરાવનારાની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. સાથોસાથ ટ્રાન્સજેન્ડર (કિન્નરો) અને છોકરી-છોકરીના સંબંધો લેસ્બિયનની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે. આવા કિસ્સામાં પરિવારના પ્રેમ-હુંફ-લાગણી ન મળવાથી આવા પ્રેમ તરફ ઢળવાના કિસ્સાઓ શહેરમાં વધી રહ્યાનું માલુમ પડેલ છે.
અબતક સાથેની વાતચિતમાં આવા ગ્રુપો સાતે એઈડઝ કંટ્રોલ સોસાયટી સંચાલિત પ્રોજેકટ ચલાવતા સંચાલક હુશેનભાઈ જણાવે છે કે અમો ગે અને ટી.જી. (ટ્રાન્સજેન્ડર) ઉપર મુખ્યત્વે વર્ક કરીએ છીએ પરંતુ તેની સાથે સંલગ્ન લેસ્બિયન ગ્રુપને પર અમો આવરી લઈને કાર્ય કરીએ છીએ. હાલ રાજકોટમાં સજાતીય સંબંધો ધરાવનારની સંખ્યા ૧૧૨૫ જેટલી છે તો ટ્રાન્સજેન્ડર ૧૧૫ને લેસ્બિયન ૨૦૦ જેટલી હોવાનું તેમણે જણાવેલ છે.
ગુજરાત એઈડસ કંટ્રોલ સોસાયટીના પ્રોજેકટ હાલ લક્ષ્ય સંસ્થા ચલાવી રહી છે જેમાં એચ.આઈ.વી. એઈડ્સ જનજાગૃતિ કાઉન્સેલીંગ માનવ અધિકારો સમાજમાં સ્વીકૃતિ-ભેદભાવ જેવી વિવિધ ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે. પ્રવર્તમાન લોકડાઉનનાં પગલે સંસ્થા દ્વારા રાશનકીટ સાથે ઉકાળા -માસ્ક -ઈમ્યુનીટી વધે તેવા પ્રોજેકટ સાથે ટ્રાન્સજેન્ડર માટે રૂા.૧૫૦૦ની સહાય પર વિતરણ કરવામાં આવી હતી.
લેસ્બિયન ગ્રુપનાં એ માહિતી આપતા અબતકને વધુમાં જણાવેલ કે હાલ ૨૦૦ જેટલી છોકરીઓ આવા સંબંધો નિભાવી રહી છે. જે પૈકી ૧૦ થી વધુ લેસ્બિયને લગ્ન કર્યા છે. સરકાર શ્રી દ્વારા કલમમાં સુધારો કરીને આવા લગ્નોને મંજૂરી આપતા આ શકય બનેલ છે. અમુક લેસ્બિયને તો ચેસ્ટ સર્જરી પણ કરાવેલ છે હવે તે સેકસ ચેઈન્જના ઓપરેશન કરાવવા વિચારણા કરી રહી છે. જોકે આ સર્જરી ખૂબજ મોંઘીદાટ હોવાથી નહિવત છોકરીઓ જ કરાવે છે. લેસ્બિયન ગ્રુપો એક જૂથમાં ન રહેતા નાના નાના છૂટાછવાયા ૫ કે ૧૦ ના ગ્રુપમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
આવા સમુદાયોના કાનૂની પ્રશ્ર્નો પણ ઘણા ઉદ્ભવતા હોવાથી તેને આ પરત્વે મદદરૂપ થવા એડવોકેટ હિનાબેન દવે છેલ્લા બે દાયકાથી વિનામૂલ્યે કાર્ય કરી રહ્યા છે. લેસ્બિયનના પ્રશ્ર્નોમાં લગ્ન મિલ્કત સાથે રહેવા, ચેસ્ટ સર્જરી, નોકરીનાં સ્થળે ભેદભાવ-ફેમીલી પ્રોબ્લેમ -માનવ અધિકારો જેવા પ્રશ્ર્નો બાબતે કાનુની સહારો મળતા તેઓ પણ ગુણવત્તા ભર્યા જીવન જીવી રહ્યા છે.
LGBTQ એટલે લેસ્બિયન-ગે-બાયો સેકસ્યુલ-ટ્રાન્સજેન્ડર જેવા સમુદાયનું શોર્ટ ફોર્મ છે. વિશ્ર્વમાં આવા જુથો એક છત્ર છાયાતળે પ્રાઈડકલર ૨૦૨૦ હાલમાં ઝુંબેશ સ્વરૂપે ચલાવે છે. તેમને મળતી મેડિકલ ટ્રીટમેન્ટ-સારવાર સાથે તેમના માનવીય અધિકારો બાબતે સમાજ જાગૃત થાય તેવા અભિગમથી વૈશ્ર્વિક કાર્ય કરી રહ્યા છે.
સમાજનાં વિવિધ સમુદાયોની સાથે આવા સમુદાયોને પણ હવે સમાજ સ્વીકૃત આપે તે યક્ષ પ્રશ્ર્ન છે. સામાન્ય જનતાની સાથે આવા લોકોનાં અધિકારોનું પૂર્ણ રક્ષણ મળે તે જેવાની સમાજની ફરજ છે. કિન્નરોતો આપણા પ્રાચિન કાળથી અસ્તિત્વ ધરાવે છે ત્યારે તેઓનાં નિભાવ માટે સમાજના સારા પ્રસંગો માંગીને જીવન નિર્વાહ કરતા જોવા મળે છે.
લોકો ઇજ્જતથી અમને જુએ તો નોકરી કરવા ઇચ્છીએ છીએ: મીતલ દે
કિન્નર મિત્તલ દે એ અબતક મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું કે સરકાર એ બોર્ડર પર સૈનિકોની ભરતી માટે અમારી પસંદગી કરવાનો જે નિર્ણય લીધો છે તે અમારા માટે ખૂબ સારી વાત છે અને અમે પણ એવું માનીએ છીએ કે અમારે પણ દેશ માટે આવું કરવું જોઈએ જ્યારે સમાજ ની વાત કરીએ તો ઘણા લોકો એમ માને છે કે અમે નોકરી નહીં કરી શકીએ અને આખી જિંદગી ભિક્ષાવૃત્તિ કરીશું પણ એવું જરૂરી નથી અમે પણ ભિક્ષાવૃત્તિ છોડી અને નોકરી કરવા માગીએ છીએ. જ્યારે લોકો ની દ્રષ્ટિ અમારા પ્રત્યે સારી થશે અને અમારા પ્રત્યે ઈજ્જત જાગશે તો જ લોકોના મન માં રહેલો ડર દૂર થશે અને બધા કિન્નરો સરખા નથી હોતા અમુક ખરાબ કિન્નર ને કારણે બધા કિન્નરો ની છાપ ખરાબ થાય છે. ખાસ તો સાચા કિન્નરોને ઓળખવા માટે આઇ કાર્ડ આપવા મા આવે છે જેથી લોકો ને ખબર પડે કે કોણ સાચું કોણ ખોટું છે.
કિન્નરો અને ગે ને સરકાર સ્વીકારે છે, તો સમાજ કેમ નહીં?: હુસૈન ઘોણીયા
લક્ષ્ય ટ્રસ્ટના મેનેજર ઘોણીયા હુસૈને અબતક મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું કે ૧૯૯૬ થી લક્ષ્ય ટ્રસ્ટ ગે,કિન્નર પર કામ કરે છે જેમાં HIV એઇડ્સ વિષે માહીતી આપી અને દર છ મહિને ટેસ્ટ કરાવામાં આવે છે સાથે સાથે મેડિકલ ચેકઅપ અને વર્ષ માં ૩ વાર ઇવેન્ટ રાખવામાં આવે છે જેમાં બધા ભેગા થઈ ને એક બીજા ને પોતાની વ્યથા વ્યક્ત કરે છે સમાજમાં કિન્નર અને ગે ને સ્વીકૃતી મળે તેના પર લક્ષ્ય ટ્રસ્ટ કામ કરે છે. ગવર્મેન્ટ અને લો એ કિન્નરો ને કમ્યુનિટી ને સ્વીકારી છે જ્યારે સમાજ હજુ પણ સ્વીકારતો નથી જો સમાજ સ્વીકારી લે તો કિન્નરો શાંતિ થી રહી શકશે હાલમાં અમારા ટ્રસ્ટમાં નોંધાયેલા ૧૧૫ ટ્રાન્સઝેન્ડર અને ૧૧૨૫ જેવા ગે લોકો છે.
દેશની સેવા માટે કિન્નરોની પસંદગી એ નિર્ણય આવકાર્ય: ગોપી દે
કિન્નર ગોપી દે એ અબતક મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું કે સરકારે દેશ ની સેવા માટે અમને પસંદ કર્યા છે તે અમારા માટે ખૂબ સારી વાત છે અમે પણ એવું ઇચ્છીએ છીયે કે દેશ માટે કઈક કરીયે અને સરકાર ને વિનંતી પણ કરીયે છીએ કે અમને પણ ધંધો કરવામાં સહાય કરે કારણ કે સમાજ હજુ અમને સ્વીકારતો નથી અમે પણ માણસ છીએ તેવું કોઈ માનતું જેથી જો અમે નોકરી કરીયે તો સમાજ અમને ખરાબ દ્રષ્ટિ એ જોશે જયારે અમુક લોકો કિન્નર બનવાનો નાટક કરી વેશ ધારણ કરી ને સમાજ ને લૂંટે છે,હેરાન કરે છે અને નામ અમારું ખરાબ થાય છે તેથી સરકાર ને એવી વિનંતી કે અમને પણ સમાન હક આપે.
સમય બદલાઇ રહ્યો છે, સમાજની સ્વીકૃતિ ક્યારે?
સજાતીય સંબંધો ધરાવતા રાજકોટમાં ૧૧૨૫, ટ્રાન્સજેન્ડરની સંખ્યા ૧૧૫ અને લેસ્બિયન ૨૦૦: આવા સંબંધોની રાજકોટમાં વસતી સંખ્યા ચોંકાવનારી
માતા-પિતા સ્વીકારશે તો અમારો સામાજિક સંઘર્ષ ઓછો થશે: લેસ્બિયનની વ્યથા
લેસ્બિયન યુવતિએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેનામાં ૧૫ વર્ષની ઉમર થી જ લેસ્બિયનના લક્ષણો ઉદ્દભવ્યા હતા ત્યારે સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ થતુ પણ ઘરના લોકો મારા વિષે એવું માનતા કે ઘર વસાવે અને સંસાર નો સુખ માણે પણ પછી એવાં પ્રશ્નો થયાં કે જિંદગી કેવી રહેશે આસપાસના લોકો અને સમાજ સ્વીકારશે ખરા અને પછી માનસિક માની અને ડો. પાસે ચેકઅપ પણ કરાવેલ સમાજ પણ માનસિક બીમારી માનતા. જયારે અમે ઘર છોડી ને નિકળા ત્યારે ખૂબ જ તકલીફ થઇ હતી.જો અમારા પરિવારજનો અમને સ્વીકારે તો સમાજ સાથે ની લડત માં અમને ખૂબ સહારો મળે. સરકાર ને એવી વિનંતી કરું છું કે સામાન્ય કપલ જેવી અમારી જિંદગી પણ સામાન્ય બનાવે અને સમાજની સાથે જીવવા અમને પણ સ્થાન આપે
શારીરિક સુખ મહત્ત્વનું નથી, એકબીજા પ્રત્યે સહાનુભૂતિ ખૂબ જ જરૂરી: લેસ્બિયન યુવતી
લેસ્બિયન યુવતિએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દરેક પત્નીને પોતાના પતિ પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે પતિને જ્યારે તકલીફ પડે ત્યારે પત્નીને પણ તકલીફ પડે છે અને વિચારે છે કે કેમ તેમાંથી બહાર કાઢવા તેવી જ રીતે અમારું રિલેશન પણ આમ જ હોય છે. કોઈપણ પરિસ્થિતિમાં સાથે રહી અને એક બીજાની સંભાળ કરવી એજ અમારા માટે ખૂબ મહત્વ નું છે અને એક બીજા નો સાથ કોઈ પણ સારી ખરાબ પરિસ્થિતિ માં નહીં છોડી તેવું માની અમે આગળ વધી રહ્યા છીએ.
LGBTQ-HIVના કોઇપણ પ્રકારના કેસ લડવા માટે હુ તૈયાર: હિનાબેન દવે (એડવોકેટ)
એડવોકેટ હિનાબેન દવે એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટ ખાતે ૨૦૦૩ થી કિન્નરો,ગે અને લેસ્બિયન માટે તે કામ કરે છે અને એચઆઇવી પર અસંખ્ય કેસ લડી ચુક્યા છે અને સરકારે પણ કાયદેસરની જગ્યા પણ આપેલ છે છતાં કોઈ ને પણ કઈ પ્રશ્ન આવે તો તેમનો હલ કાઢવા હંમેશા તૈયાર રહે છે. છેલ્લા ઘણા સમય થી સરકારે કિન્નર માટે જગ્યા પણ આપી અને અધર માં સ્થાન આપ્યું છે અને કલમ ૩૭૭ નીકળ્યા પછી પણ કિન્નર બન્યા હોય કે ટ્રાન્સઝેન્ડર બન્યા હોય તેવા લોકોનું જૂનું અને નવું નામ બદલવાનું હોય તેવા સૌથી વધારે કેસ આવતા હોય છે. ખાસ તો જ્યારે ખબર પડે છે કે એલ.જી.બી.ટી.ક્યુ. ગ્રુપમાંથી છે કે કિન્નર છે તો તેમને ઘરની બહાર કાઢવામાં આવે છે ત્યારે ઘણી સંસઓ નો સહારો દેવામાં આવે છે તેમાં લક્ષ્ય ટ્રસ્ટ તો તેમને ખાવાથી લઈ રહેવા સુધીની વ્યવસથા કરી આપે છે.
બરોડાની જોયા ખાન ભારતની પહેલી ટ્રાન્સજેન્ડર ઓપરેટર બની!!
કેન્દ્રીય સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે શનિવારે ટવીટ કરીને માહિતી આપી કે ગુજરાના બરોડા સીટીની ટ્રાન્સ જેન્ડર ભારતની પહેલી ઓપરેટર બની છે. તે એક કોમન સર્વિસ સેન્ટર ચલાવે છે. જેમાં ટેલી મેડીસીન પરામર્શનું કામ તેઓ કરે છે. જોયાખાન આ સેવા માઘ્યમથી ટ્રાન્સજેન્ડર સમુદાયને ડિજિટલ રૂપમાં સાક્ષર બનાવવા તથા તેને સમર્થન આપવાનો હેતું છે. કેન્દ્રીય મંત્રીએ પોતાના ટવીટમાં વધુમાં જણાવેલ છે કે આ જોયાખાનની કોમન સર્વિસ સેન્ટરની સેવાથી ટ્રાન્સ જેન્ડરને ઘણી મદદ મળશે તેઓ પણ અન્યોની સમાજમાં માન ભેર જીંદગી જીવી શકશે.
LGBTQ પ્રાઇડ ક્લર-૨૦૨૦
એલ.જી.બી.ટી.કયુ.ની વૈશ્વિક ઝુંબેશના ભાગ રૂપે વિવિધ કલરોના મીકસ ઈમેજ થકી પ્રાઈડકલર ૨૦૨૦ કાર્યરત છે. આવા સમુદાયોનાં જીવન પણ કલરફૂલ કવોલીટી યુકત સાથે સમાજની સ્વીકૃતિ મળે તેવા હોવા જોઈએ એમ આવા સમુદાયોની માંગણી છે. આવા સમુદાયોને સૌથી જરૂર પરિવાર સાથે સમાજનો સહયોગ મળે તે જરૂરી છે.