સંક્રમણ કુદકે અને ભુસકે વધે તેવી પણ આડકતરી દહેશત વ્યકત કરી
શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે ત્યારે સંક્રમણને રોકવા માટે મહાપાલિકાનો શુ પ્લાન છે તે જાહેર કરવાના બદલે શહેરના પ્રથમ નાગરિક મેયર બિનાબેન આચર્યએ સંક્રમણ હજી વધશે તેવી દહેશત વ્યકત કરી લોકોને જાગૃતિ રહેવા અપિલ કરી છે.
તેઓએ જણાવ્યુ હતુ કે વૈશ્ર્વિક કોરોના મહામારીના કારણે દેશમાં સૌપ્રમ લોકડાઉન રાખવામાં આવેલ. ત્યારબાદ ધંધા રોજગારને કાર્યરત કરવા ૧લી જુન ી અનલોક-૧ અને હાલમાં અનલોક-૨માં ઘણી છુટછાટ આપવામાં આવેલ છે. લોકડાઉન દરમ્યાન લોકો કોરોના વાયસરી બચવા સાવચેત બની ગયેલ જે ધ્યાનમાં લઇ તેમજ ધંધા રોજગાર આગળ વધે તે માટે છુટછાટ આપવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં લોકડાઉન દરમ્યાન કોરોનાની પરિસ્િિત પર ઘણો ક્ધટ્રોલ હતો પરંતુ અનલોક તબક્કામાં છુટછાટ કર્યા બાદ રાજકોટ જિલ્લા તા શહેરમાં કોરોનાના કેસ વધવા પામેલ છે. આ કેસો વધતા અટકાવવા નગરજનોએ જાગૃત બનવાની ખાસ જરૂર છે. સિનીયર સીટીઝનોએ ફરજીયાત કામ સિવાય બહાર ન નીકળવા, બાળકોને બહાર ન લઇ જવા તેમજ ધંધા રોજગાર પર જતાં તમામ લોકોએ માસ્કનો ઉપયોગ કરવો સોશયલ ડિસ્ટન્સ જાળવવું સાબુી હા ધોવા સેનિટાઇઝ કરવું વિગેરેનો ચુસ્ત અમલ કરવો જોઈએ. યુવાનોએ પણ ચા-પાનના ગલ્લાઓ પર સો ઉભા ન રહેવું. કોરોના મહામારીી પોતાને, પરિવારને અને સમાજને બચાવવા જાગૃત રહેવા અપીલ કરું છું. આપણે જાગૃત નહી ઈએ તો આપણા શહેર પણ આ વાયસરનું સંક્રમણ કુદકે ને ભૂસકે આગળ વધે તેવી શકયતા નકારી શકાય નહી.