રાજ્યના ૩૪ પોલીસ ઇન્સ્પેક્ટરો અને ૪૫ ફોજદારોની સામુહિક બદલી
રાજ્યના પોલીસવડા દ્વારા મોડી સાંજે ૪૫ જેટલા પીએસઆઇ અને ૩૪ પીઆઈની સામુહિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. તેમાં રાજકોટ શહેરમાં નવા ૬ ફોજદારો અને ૪ પીઆઈની નિમણૂક કરવામાં આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા સામુહિક પીએસાઈની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરમાં ૬ ફોજદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં અમરેલી થી પીઠળિયા દીપ્તિબેન, વડોદરા થી મોરવાળીયા વૃજલાલ, ગાંધીનગર થી વોરા અજયભાઈ, કમળિયા રવીરાજભાઈ અમદાવાદ શહેર થી જલવાણી કૌશર, શીંધવ આકાશ, સીઆઇડી ક્રાઇમ માંથી ચુડાસમા સંદિપસિંહ ને પંચમહાલ, ગાંધીનગરથી જાડેજા વિરેન્દ્રસિંહ ને સુરેન્દ્રનગર, બોટાદથી ઝાલા શક્તિસિંહને ભાવનગર અને વડોદરા થી સુવા રિનાબેનને ગીર સોમનાથ ખાતે બદલીનો હુકમ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ૩૪ જેટલા પીઆઈની પણ બદલી કરવામાં આવી છે. જેમાં સીઆઇડી ક્રાઇમના કે.એન.ભુકાણ રાજકોટ શહેરમાં, એસીબીના એલ.એલ.ચાવડા રાજકોટ શહેર, અમરેલીથી જે.ડી.ઝાલા રાજકોટ શહેર અનેભુજથી ડી.આર.ડાંગર રાજકોટ શહેર ખાતે બદલીના હુકમ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના એમ.એમ.જાડેજાને ગાંધીધામ, પોરબંદર થી પી.આર.મેટાલીયા ને ભાવનગર, ભાવનગરથી કે.જે.રાણા ને રાજકોટ ગ્રામ્યમાં, પોરબંદર થી જે.બી.કરમુર ને રાજકોટ ગ્રામ્ય, વડોદરા પીટીએસથી એ.આર.ગોહિલ રાજકોટ ગ્રામ્ય, એસીબીના વી.જે.જાડેજાને અમદાવાદ શહેર ખાતે બદલીના હુકમ કરવામાં આવ્યા છે.