ગામડાઓમાં પણ કોરોનાના આવતા કેસ સંદર્ભે જનજાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યુ

જિલ્લાના જસદણ અને વીંછિયા તાલુકાના સરપંચો સો પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ બેઠક કરી ગામડાઓમાં પંચાયતો પણ કોરોના સામે જાગૃતિ લાવવા સકારાત્મક પ્રયાસ કરે તેમજ હવે ગામોમાં પણ કોરોના પોઝિટિવ કેસ આવતા યા છે તે સંદર્ભે મંત્રીએ ક્ધટેન્મેન્ટ ઝોનની માર્ગદર્શિકાનં  પાલન ાય અને ખાસ તો લોકો માસ્ક કે કપડાં ી મોઢું ઢાંકે તે માટે ગ્રામ્ય જનતામાં જાગૃતિની જરૂર છે તે અંગે માર્ગદર્શન આપ્યુ હતું.

જસદણ પ્રાંત કચેરી ખાતે પણ સરપંચો સો મંત્રીએ ૧૪માં નાણાપંચના કાર્યો આયોજન અને ગ્રામ વિકાસને લગતા કાર્યો પંચાયતલક્ષી કામગીરી અંગે કરાયેલા આયોજન અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી ગરચર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના  અધિકારીઓ એ પણ જરૂરી માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.