ફલાઈટ કેન્સલ કર્યા બાદ બૂકીંગની રકમ પરત ન આપતા ગ્રાહક તકરારમાં રાવ
રૈયા રોડ પર રહેતા મહમદ હાસમભાઈ લાખાણીએ છોટુનગર નજીક રહેતા અને નમ્રતા સાયબર કાફેનાં સંચાલક સોહિલ બહાદૂર હેમાણી તેમજ સ્પાઈસજેટ લી. ગૂડગાવ સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મહમદભાઈ લાખાણીએ પરિવારને પૂનાથી અમદાવાદની એર ટ્રાવેલ કરવા માટે સોહિલ હેમાણી મારફતે ટીકીટ બુક કરાવી રૂા.૧૩ હજાર ચૂકવી આપેલ બાદ સ્પાઈસજેટ તરફથી એસએમએસ થી જાણકરી ફલાઈટ રદ કરી છે હવે બુકીંગ એમાઉન્ટ ઉપર તા.૩૧.૩.૨૧ સુધી ટ્રાવેલ કરી શકશો તેવી જાણ કરી હતી.
આ પ્રકારના મેસેજ મહમદભાઈએ બુકીંગ એજન્ટ સોહિલ હેમાણીને ટીકીટ કેન્સલ થતા બુકીંગની એમાઉન્ટ પરત આપવાનું કહેતા જેના જવાબમાં સોહિલ હેમાણીએ જણાવેલ કે કેન્સલેશનની કોઈ જવાબદારી નથી તેવું જણાવતા વકીલ મારફતે કંપની અને એજન્ટને નોટીસ પાઠવવા છતા રકમ ચૂકવી નથી
ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં રિયાદી મહમદભાઈ લાખાણી દ્વારા એર ટીકીટની રકમ, ચુકવેલ રકમ ઉપરનું વ્યાજ, વકીલ ફી ને કારણે નુકશાનની રકમ કુલ રૂા.૩૩,૮૦૫ વસુલવા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.
અરજદારો વતી વિકાસ કે. શેઠ, બ્રિજ શેઠ, અલ્પા શેઠ, રાજદિપ દાસાણી વિવેક ધનેશા અને રાજ રતનપરા એડવોકેટ દરજજે રોકાયેલ છે.