રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ
ગોંડલમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસે વિદ્યાર્થીની ફી ઉઘરાવવામાં આવી રહી હોવાની વ્યાપક ફરિયાદો લઇને શહેરના આગેવાનો દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવામાં આવી.
ગોંડલના યુવા આગેવાન પ્રતિપાલસિંહ ઝાલા અને સિદ્ધાર્થ દોશી દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાયને ફરિયાદ કરવામાં આવી હતી કે શહેરની કેટલીક શાળાઓ દ્વારા વાલીઓને ટેલિફોન કે મોબાઈલ કરી ફી નું ઉઘરાણુ કરવામાં આવી રહ્યું છે આ અંગે શિક્ષણ અધિકારી ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે વાસ્તવમાં કોઈ શાળા ફી ની હાલની પરિસ્થિતિએ ઉઘરાણી કરી શકે નહીં, ફી ઉઘરાવવા માટે કોઈ પરિપત્ર પણ આપવામાં આવ્યો નથી જો કોઈ વાલીને ફી અંગે ઉઘરાણી નો ફોન આવે તો શિક્ષણાધિકારીને ફરિયાદ કરી શકે છે.