ગળાફાંસો ખાઇ પરિણીતાએ જીવન ટુંકાવ્યુ: પતિ સહિત ચાર સામે નોંધાતો ગુનો
રાજારામ સોસાયટીમાં પરિણીતાએ પોતાના ઘરે ગળાફાસો ખાઇ આપઘાત કર્યાની ઘટના થોરાળા પોલીસ મથકમાં નોધાઇ હતી. ઘટનાની જાણ થતા મૃતકના માવતરે સાસરિયા પક્ષના ત્રાસથી આપઘાત કર્યાની ફરજ પાડવાનો પતિ સહિત ચાર સાસરિયા સામે ગુનો નોધી વધુ કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મૂજબ રાજારામ મોહન સોસાયટીમાં શેરી-૮માં મહારાણા પ્રતાપ હોલ પાસે રહેતા સોનલબેન ધર્મેશભાઇ ભલગામીયા નામના ૨૮ વર્ષની પરિણીતાએ પોતાના ઘરે ગળાફાસો ખાઇ જીવન ટૂકાવ્યાની ઘટના થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એ.એલ.બારસીયાએ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા મૃતક સોનલબેનના માવતર પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
સોનલબેનના માવતર દ્વારા પરિણીતાના સાસરિયા પક્ષના લોકોનો ત્રાસ હોવાથી પોતાની પુત્રીને આપઘાતની ફરજ પડી હોવાનુ જણાવ્યુ હતુ. થોરાળા પોલીસે મૃતકના માવતરની ફરિયાદ પરથી પરિણીતા પર અત્યાચાર ગુજાવનાર પતિ ધર્મેશ ભલગામીયા, સસરા બાપુ, સાસુ કંચન અને દિપર હાર્દિક વિરૂધ્ધ સોનલબેન અસહય ત્રાસ ગુજારી આપઘાત કરવા માટેની ફરજ પાડવાનો ગુનો નોધી વધુ કાર્યવાહી હાથધરી છે.