સૌરાષ્ટ્રમાં ૮૩ કોરોના સંક્રમણમાં : વાયરસે ૫નો ભોગ લીધો
ભાવનગરથી પરત ફરતા ધોરાજીના એક પરિવારના ત્રણ સભ્યો કોરોનાની ઝપટે
રાજકોટ જિલ્લામાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ ગઈ કાલ સાંજ થી અત્યાર સુધીમાં વધુ ૨૫ કોરોના પોઝિટિવ કેસ અને એક વૃદ્ધાનું અને આધેડનું મોત નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ જુદા જુદા જિલ્લામાં કોરોનાના વધુ ૮૧ કોરોનાગ્રસ્ત અને ૪ દર્દીઓના મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે. રાજકોટના ધોરાજી તાલુકામાં સતત વધતા જતા કેસ ચિંતા જનક બની રહ્યા છે. ત્યારે ગઈ કાલે ભાવનગરથી પરત આવેલા પરિવારના ત્રણ સભ્યો કોરોનાની ઝપટે ચડ્યા છે.
રાજકોટમાં આજ રોજ સવારે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ઉમિયા ચોકમાં દ્વારિકાધીસ સોસાયટીમાં રહેતા ચિરાગ અરવિંદભાઈ માણસૂરિયા નામના ૨૪ વર્ષના યુવાન અને કાલાવડ રોડ પર પાણીના ટાકા પાછળ પ્લોટ – ૫ માં રહેતા દિનેશભાઇ સામતભાઈ ઓડેદરા નામના ૪૫ વર્ષના આધેડ કોરોનાની ઝપટે ચડ્યા છે.
જ્યારે સત્યનારાયણ પાર્કમાં રહેતા કૈલાશબેન કુંવરજીભાઇ પટેલ (ઉ.વ.૬૭) નામના વૃદ્ધનું ચાલુ સારવારમાં મોત નિપજતા કુલ મૃત્યુઆંક ૭ થયો છે. જ્યારે ગઈ કાલે રાજકોટના હર્ષિલ પાર્કમાં સાધુવાસવાણી રોડ રહેતું દંપતી ભાવેશ રવજી ભાડજા અને અલ્પાબેન ભાવેશ ભાડજા, રામેશ્વર મંદિર પાસે કોઠારિયા રોડ પર રહેતા દક્ષાબેન કિશોરભાઇ ગોહેલ, અમૃત વાટિકા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રહેતા દીપક ધીરજભાઇ રામાણી, અમીનમાર્ગ પર સિલ્વર પાર્કમાં રહેતા બાવાલાલ કાલરિયા, ગાંધીગ્રામ સત્યનારાયણ પાર્કમાં રહેતા કૈલાસ કુળજી, રામાપીર ચોકડી શિવમ પાર્કમાં રહેતા રામસીમરન શુક્લા અને આશ્રય બંગલો આસ્થા રેસિડેન્સી પાસે રહેતા રાઘવભાઇ સાવલિયા, સોપાન હાઇટસ રૈયા રોડ પર રહેતા હસમુખ મોહનભાઇ માણેક, કોઠારિયા ગામ ખાતે રહેતા જયાબેન સગપરિયા, રેલનગરમાં રહેતા અઢિયા વિવેક (ઉ.વ.૪)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જ્યારે રાજકોટ જિલ્લામાં પણ કોરોના બેકાબુ બન્યો છે. સતત બહારગામથી આવતા લોકોની સંખ્યા સામે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.રાજકોટ જિલ્લામાં ૧૪ કેસ પોઝિટિવ સામે આવ્યા છે તેમાં ધોરાજીના જેન્તીભાઇ અંટાળા, રૂપાબેન અંટાળા, ગોવિંદ પટેલ, કમલેશભાઇ ખીમજીભાઇ, ઉપલેટાના રાજ સામાણી, જામકંડોરણાના સાજરડિયાળી ગામના નંદુબેન સિંધવ, ગુંદાસરીના કુમન સોજીત્રા અને ગોકુલધામમાં રહેતા પિન્ટુબેન ભંડેરી, ધોરાજીમાં ૫ કેસ નોંધાયા છે. એક જ પરિવારના જેન્તી મોહનભાઈ અંટાળા, અનસુયાબેન અંટાળા, રૂપાબેન અંટાળા, ઋષિરાજ સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ પટેલ, કમલેશ વાઘમશી, ઉપલેટાના રશિયાથી આવેલા એમબીબીએસના વિદ્યાર્થી રાજ સામાણી તેમજ ગોંડલ પંથકમાં કરિયાણાના વેપારી અતુલ અકબરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજકોટ જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા ૩૦૦ને પાર પહોંચી છે.
ગીર સીમનાથ જિલ્લામાં પણ કોરોનાનો ભરડો વધી રહ્યો છે. જેમાં માણાવદર તાલુકાના બાટવા ગામે કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. સોમનાથ સોસાયટીમાં અગાઉ પોઝિટિવ આવેલા પુરુષના પત્નિ રમાબેન માંડણ ભાઈ મકવાણા નામના ૬૪ વર્ષના વૃદ્ધ અને ઇલાબેન કિરીટભાઈ રાઠોડને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં પણ ગઈ કાલે કોરોના વાયરસનો રાફડો ફાટ્યો હોય તેમ વધુ ૮૩ પોઝિટિવ કેસ અને ૪ દર્દીઓના મોત નિપજ્યા છે. જામનગર જિલ્લામાં વધુ કોરોનાના ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢ માં વધુ ૮ કોરોનાગ્રસ્ત અને ૧ કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. અને અમરેલીમાં પણ કોરોના વધુ ૩ દર્દી ઝપટે ચડ્યા છે અને એક દર્દીનું મોત નિપજ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના કોરોનાગ્રસ્ત તબીબનું મોત નિપજ્યું છે. જ્યારે ગઈ કાલે ૯ કોરોનાગ્રસ્ત કેસ બાદ આજ વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગત તા. ૧૫મી જૂનના જોરાવરનગર ખાતે ચાંપાનેરિયા પરિવાર ના ચાર સભ્યો કોરોનામાં સપડાયા હતા. જેમાં ડો. શૈલેષ ચાંપાનેરિયા ૪૧ દિવસની લાંબી સારવાર બાદ પણ મૃત્યુ પામ્યા હતા.